આધુનિક ટેક્નોલોજીએ કર્મચારીઓ માટે રિમોટ વર્કિંગને વધુ સરળ બનાવ્યું છે. હવે કર્મચારીઓ ઓફિસથી દૂર રહીને પણ કામ કરતા રહે છે. એક રિપોર્ટ અનુસાર અંદાજે અડધા કર્મચારીઓ રજાઓના દિવસે પણ ઓછામાં ઓછી એક કલાકનો સમય ઓફિસના કામને આપે છે. અંદાજે એક ચતુર્થાંશ કર્મચારીઓ દિવસના ત્રણ કલાક કામ માટે ફાળવે છે પરંતુ શું તે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટના ડિરેક્ટર રોબર્ટ વાલ્ડિંગર અનુસાર કર્મચારીઓ સ્વસ્થ રહેવા માટે રજા દરમિયાન કામથી સંપૂર્ણપણે દૂર રહે તે જરૂરી છે.
સરવેથી જાણવા મળ્યું છે કે રિમોટ વર્કિંગમાં સહકર્મીઓ સાથે વાતચીત વધી છે. તેને કારણે ઉત્પાદકતા પણ વધી છે પરંતુ લોકોને આ પ્રકારના રજા માટેના સમયની જરૂર હોય છે જ્યારે તેઓ સંપૂર્ણપણે કામથી મુક્ત રહી શકે. રજા દરમિયાન આરામ કરીને ફરીથી ઓફિસમાં તાજગી સાથે હાજર થવા માટે શ્રેષ્ઠ છે. ટાઇમ મેનેજમેન્ટ કોચ એલિઝાબેથ ગ્રેસ સોન્ડર્સનું સૂચન છે કે કર્મચારીઓએ કામના ત્રણ બકેટ બનાવવા.
રજા પહેલાં સાઇન આઉટ કરતા પહેલાં તમે જે કામ કરી રહ્યા છો તે રોકાવું ના જોઇએ. એવી વ્યવસ્થા કરવી જોઇએ. તમારા સહકર્મીઓની તેમાં મદદ લઇ શકો છો, જેથી તમારી રજા આરામથી વીતે. તેના માટે એક યાદી બનાવો અને તેને બે વાર તપાસો. જો તમે વધુ માનસિક શાંતિ ઇચ્છો છો તો ચેકલિસ્ટ બનાવો અને કોઇ કામ બાકી ન રહે તે ચેક કરો.
રિમોટ વર્કિંગમાં દર સપ્તાહની મીટિંગ પણ વધુ
રિમોટ વર્કિંગ દરમિયાન કર્મચારી સરેરાશ સપ્તાહમાં 8 મીટિંગ વધુ કરે છે. ઓફિસમાં આ મીટિંગોની સંખ્યા ઓછી પરંતુ અવધિ વધુ હોય છે. તે સાથે જ કર્મચારીઓ પોતાના સહકર્મીઓ સાથે કામની વાત વધુ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.