તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતનું કંધાર દૂતાવાસ બંધ:50 ઇન્ડિયન ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓએ દૂતાવાસ છોડ્યું, તાલિબાનના પ્રવક્તાએ દાવો કર્યો- દેશના 85% ભાગ પર થઈ ચૂક્યો છે કબ્જો

કાબુલ23 દિવસ પહેલા
કંધારના આ દૂતાવાસમાંથી 50 ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓને બહાર નીકાળી લેવામાં આવ્યા છે. -ફાઇલ ફોટો
  • તાલિબાન ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાનો કબ્જો જમાવી રહ્યું અફઘાની લોકો પડોશી મધ્ય એશિયન દેશ તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં આશ્રય લઈ શકે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વથી અમેરિકા, રશિયા અને ભારત સહિત ઘણા દેશો માટે મુશ્કેલી ઉભી થઈ છે. સૂત્રો દ્વ્રારા માહિતી બહાર આવી રહી છે કે ભારતના 50 જેટલા ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓએ કંધારના દૂતાવાસને ખાલી કરી દીધુ છે.

તાલિબાનના પ્રવક્તા સુશીલ શાહીને ચાઇનીઝ મીડિયા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનના 85% ભાગ પર તાલિબાનોએ કબ્જો કર્યો છે.

20થી વધુ આતંકવાદી સંગઠન તાલિબાનના મિત્રો
ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડજે કહ્યું છે કે તાલિબાનના 20 થી વધુ આતંકવાદી સંગઠનો સાથે મિત્રતા છે. આ સંગઠનો રશિયાથી લઈને ભારત સુધીના આખા ક્ષેત્રમાં કાર્યરત છે. તાલિબાનનું વર્ચસ્વ વધવા પર તેઓ ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

નવેમ્બર 2001: તાલિબાન વિરોધી નોર્ધન અલાયન્સ, અફઘાનિસ્તાનના કંદૂઝ નજીક તાલિબાનના ગઢને ઘેરીને આગળ વધે છે. ફોટો: જેમ્સ હિલ
નવેમ્બર 2001: તાલિબાન વિરોધી નોર્ધન અલાયન્સ, અફઘાનિસ્તાનના કંદૂઝ નજીક તાલિબાનના ગઢને ઘેરીને આગળ વધે છે. ફોટો: જેમ્સ હિલ

રશિયાથી ચીન સુધી આતંક વધવાનો ખતરો
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જાનો વ્યાપ વધતાં રશિયા અને ચીન સતર્ક બન્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તાલિબાન મધ્ય એશિયાના દેશોની સરહદનું સન્માન કરે. આ દેશો એક સમયે સોવિયત સંઘનો ભાગ હતા.

ગયા અઠવાડિયે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સૌથી મોટો પડકાર યુદ્ધ અને અરાજકતાને રોકવાનો રહેશે. શંઘાઈ આંતરરાષ્ટ્રીય અધ્યયન યુનિવર્સિટીમાં મધ્ય-પૂર્વ બાબતોના નિષ્ણાત ફેન હોંગડાએ કહ્યું, “અફઘાનિસ્તાનની અરાજકતા અન્ય દેશોમાં ફેલાઈ શકે છે. આનાથી પ્રાદેશિક અશાંતિ ફેલાશે.

અફઘાનિસ્તાનના 85% ભાગ પર તાલિબાનોએ કબ્જો કર્યો છે.
અફઘાનિસ્તાનના 85% ભાગ પર તાલિબાનોએ કબ્જો કર્યો છે.

રશિયામાં પડોસી દેશોના લોકોના આવવાની શક્યતા
એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો તાલિબાન મજબૂત બને તો ઘણા લોકો પડોશી મધ્ય એશિયન દેશો જેવા કે તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં આશ્રય લઈ શકે છે. આ દેશો રશિયાના પાડોશી છે. રશિયા માટે ચિંતા છે કે અહીં સુરક્ષાનું સંકટ આવી શકે છે.

અફઘાન સૈનિક ઈરાન તરફ ભાગ્યાઃ મીડિયા રિપોર્ટ
ન્યુયોર્ક ટાઈમ્સ માટે ઈરાનથી રિપોટિંગ કરનાર પત્રકાર ફરનાજ ફસ્સીહએ ટ્વિટ કર્યું કે ઈરાન સીમાની પાસે સીમા શુલ્ક ચોકી પર તાલિબાનનું નિયંત્રણ છે અને અફઘાન સૈનિક ઈરાન તરફ ભાગી રહ્યાં છે. આ અંગેની માહિતી ઈરાની સરકારના મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઈરાન તાલિબાન અને સરકારી પ્રતિનિધિની સાથે અફઘાનિસ્તાન શાંતિ વાર્તાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.