તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનને ટકોર:અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું- છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી 5 સંકટ આવ્યા, આ પ્રથા બંધ થવી જોઈએ

વોશિંગ્ટન10 મહિનો પહેલા
  • અમેરિકાનું કહેવું છે કે કોરોનાવાઈરસ ચીનના વુહાન શહેરમાંથી વિશ્વમાં ફેલાયો
  • ચીને કોરાના સાથે જોડાયેલી માહિતી છુપાવી, યોગ્ય સમય પર યોગ્ય પગલા ન ઉઠાવ્યા
  • રિપબ્લિકન સાંસદોએ ચીન પર બેન લગાવવાનો પ્રસ્તાવ સિનેટમાં મૂક્યોઃ રિપોર્ટ

કોરોનાવાઈરસના મુદ્દા પર અમેરિકા સતત ચીન પર હુમલો કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) રોબર્ટ ઓબ્રાયને કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી 5 સંકટ આવી ચૂક્યા છે. આ સિલસિલો બંધ થવો જોઈએ. ઓબ્રાયને કહ્યું- સાર્સ, અવિયન ફ્લૂ, સ્વાઈન ફ્લૂ અને કોરોનાવાઈરસ ચીનમાંથી આવ્યો છે. જોકે તેમણે પાંચમાં સંકટનું નામ જણાવ્યું નથી. 

સમગ્ર વિશ્વ ચીન પાસે જવાબ માંગશેઃ ઓબ્રાયન

અમેરિકાના NSAએ કહ્યું કે અમને ખ્યાલ છે કે કોરોનાવાઈરસ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે, આ અંગેના કેટલાક સબુત પણ છે. પછી ભલે વાઈરસ લેબમાંથી નીકળ્યો હોય કે પછી મીટ માર્કેટમાંથી, પરંતુ વારંવાર ચીનનું નામ આવવું તે સારી વાત નથી. હવે સમગ્ર વિશ્વ ચીનની સરકારને કહેશે કે વારંવાર આવા સંકટનો સામનો કરી શકીશું નહિ.

અમે મદદ માટેનો પ્રસ્તાવ મૂક્યો, ચીને ઈન્કાર કર્યો

ઓબ્રાયને કહ્યું કે ચીન ઈચ્છત તો કોરોનાવાઈરસને રોકી શક્યું હોત. અમે હેલ્થ પ્રોફેશનલ મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ તેમણે ઈન્કાર કર્યો. પત્રકારોએ ઓબ્રાયનને પૂછ્યું કે હજી પણ કોરોનાવાઈરસના ઉત્પતિના પુરાવા શોધી રહ્યાં છો ? તેમણે જવાબ આપ્યો- આ અંગે હું કોઈ નિશ્ચિત સમય ન જણાવી શકું, પરંતુ અમે સતત સમીક્ષા કરી રહ્યાં છે. આ એક ગંભીર મુદ્દો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો