ચીનમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કોઈ અથડામણ કે વિરોધનો નથી. વીડિયોમાં પૂરપાટ ઝડપે આવેલી કારે લોકોની કચડી નાખતા જોઈ શકાય છે. આ દરમિયાન 5 લોકોનાં મોત થયાં હતાં અને 13 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં કાર-ડ્રાઈવર 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
ગ્વાંગઝૂ શહેરમાં ગુરુવારે આ ઘટના બની હતી. એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે લોકોને કચડી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, લોકોને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર બારીમાંથી નોટો ફેંકતો પણ જોવા મળ્યો હતો.
સૌથી પહેલા જુઓ અકસ્માતની 3 તસવીર...
નજરે જોનારે કહ્યું- અચાનક નાસભાગ મચી ગઈ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું- આ ઘટના ગુરુવારે ગ્વાંગઝૂ શહેરમાં બની હતી. અહીં 22 વર્ષના યુવકે પોતાની કાર નીચે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
એક નજરે જોનારી વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી હતી. તેણે લખ્યું- એક કાર લોકોને કચડતી પસાર થઈ ગઈ. આ પછી આસપાસ રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા દોડી આવ્યા હતા. હું લગભગ 2 કલાક ઘટનાસ્થળે હતો, મેં લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
પોલીસે યુવકની ધરપકડ કરી
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એક વીડિયોમાં પોલીસ ડ્રાઈવરને પકડીને બેઠેલી જોવા મળી રહી છે. એમાં એક 22 વર્ષીય યુવક બૂમો પાડતો હતો. તે કહે છે- મારા કાકા ગ્વાંગડોંગ પ્રાંતના કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરી છે. જોકે તે સાચું કહી રહ્યો છે નહીં એ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસે તાત્કાલિક યુવકની ધરપકડ કરી હતી. તેણે આવું શા માટે કર્યું એનું કારણ હાલ જાણી શકાયું નથી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કાચનો ગેટ તોડીને હોટલમાં ઘુસાડી દીધી હતી કાર
11 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને તેની કાર એક હોટલમાં ઘુસાડી દીધી હતી. આ દરમિયાન હોટલનો દરવાજો અને અંદર રાખેલો ઘણો સામાન તૂટી ગયો હતો.
એક અધિકારીએ જણાવ્યું- 28 વર્ષીય ચેન શાંઘાઈની એક લક્ઝરી હોટલમાં રોકાયો હતો. તે પોતાનું લેપટોપ લઈને અહીં આવ્યો હતો, પરંતુ બાદમાં તેનું લેપટોપ મળી રહ્યું ન હતું. આ અંગે તેણે હોટલ સ્ટાફને ફરિયાદ કરી હતી. થોડીવાર પછી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું અને સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. પછી તે ગુસ્સામાં બહાર આવી ગયો અને તેની સ્પોર્ટ્સ કાર સાથે અંદર ઘુસાડી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.