સરવે:49% અમેરિકનો માને છે કે તેઓના દેશમાં લોકશાહી ખતમ થવાની અણીએ, 50%ને ગૃહયુદ્વની આશંકા

ન્યુયોર્ક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્થિતિ પર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો નિરાશ

અમેરિકાની લોકશાહીનો પાયો હવે નબળો પડ્યો છે. યાહૂ ન્યૂઝ અને યુગોવ સંસ્થાના એક સરવેમાં 49 ટકા અમેરિકનોએ સ્વીકાર્યું કે આગામી સમયમાં અમેરિકામાં લોકશાહી ખતમ થવાની અણીએ છે. અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે આ અભિપ્રાય માત્ર અમેરિકાની જનતાનો નથી પરંતુ રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ પાર્ટીના સમર્થકોનો પણ છે.

તેઓ પણ આ અભિપ્રાય પર એકમત છે. સરવેમાં 55 ટકા ડેમોક્રેટ્સ અને 53 ટકા રિપબ્લિકન્સે આ વાતમાં સૂર પુરાવ્યો કે, ભવિષ્યમાં અમેરિકાની લોકશાહી ખતમ થાય તેવી પ્રબળ આશંકા છે. માત્ર 25 ટકા લોકોનું માનવું છે કે અમેરિકામાં લોકશાહી જળવાઇ રહેશે, જ્યારે, 25 ટકા અમેરિકનો આ મામલે કોઇ નિશ્વિત અભિપ્રાય નથી ધરાવતા. સરવેમાં દર 10માંથી 4થી પણ ઓછા લોકો માને છે કે અમેરિકામાં આગામી સમયમાં કોઇ ગૃહયુદ્વ નહીં થાય.

અંદાજે 52 ટકા રિપબ્લિકન્સ માને છે કે તેઓ પોતાના જીવનમાં એક ગૃહયુદ્વના ચોક્કસપણે સાક્ષી બનશે. 46 ટકા ડેમોક્રેટ્સ પણ તેની વાતનું સમર્થન કરે છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતા 50% લોકોને પણ ગૃહયુદ્વનો ડર સતાવી રહ્યો છે. સરવે અનુસાર કપરા સમયમાં સરકાર સાથે હથિયાર ઉઠાવવાની વાતને માત્ર 47% લોકો જ નકારે છે. 26 ટકા અમેરિકનો જરૂર પડે તો સરકાર વિરુદ્વ દેખાવો કરવાને યોગ્ય માને છે. હિંસા કરવાનો અભિપ્રાય ધરાવતા ટ્રમ્પના 31 ટકા સમર્થકોની તુલનાએ બાઇડેનના માત્ર 15 ટકા સમર્થકો છે.

2021માં કેપિટલ પર થયેલો હુમલો આ સરવેનો આધાર હતો
2021માં અમેરિકી સંસદ કેપિટલ પર ટ્રમ્પ સમર્થકોના હુમલાને સરવેનો આધાર બનાવાયો હતો. તેની 10 જૂનથી સુનાવણી શરૂ થઇ હતી. સરવેમાં જાણવા મળ્યું કે, 1,541 લોકોમાંથી 25 ટકાથી પણ ઓછા અમેરિકનોએ આ મોટી ઘટનાની સુનાવણીમાં કોઇ રસ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...