તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 47% Of Workers Found Infected, Zero Transition Rate Through Lockdown, Package Of Rs 11 Lakh Crore When There Were Only 30 Deaths

કોરોના પર કેવી રીતે કાબૂ મેળવીએ:47 ટકા વર્કર્સ સંક્રમિત મળ્યા તો લૉકડાઉન દ્વારા સંક્રમણનો દર શૂન્ય કર્યો, 30 જ મોત હતાં ત્યારે 11 લાખ કરોડનું પેકેજ આપ્યું

સિંગાપોર2 મહિનો પહેલાલેખક: સંતોષ કુમાર
  • કૉપી લિંક
  • સિંગાપોરમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે, અર્થતંત્ર વેગ પકડી રહ્યું છે, પણ હજુ કોરોના પ્રોટોકોલ કડકાઈથી લાગુ છે

સિંગાપોર અગાઉની માફક ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહ્યું છે. અમુક મર્યાદિત નિયંત્રણો વચ્ચે અહીંના લોકો ઇચ્છે ત્યાં ફરી શકે છે. જોકે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. હાલ ગ્રૂપમાં 8થી વધુ લોકો નથી ફરી શકતા. સ્કૂલો શરૂ થઇ ચૂકી છે. એક વર્ષના વર્ક ફ્રોમ હોમ કલ્ચર બાદ હવે મોટા ભાગના વર્કર્સ ઓફિસોમાં પાછા ફરી ચૂક્યા છે.

સિંગાપોરના લોકો મજબૂત અર્થતંત્રનું સપનું સાકાર થવાની રાહ જોઇ રહ્યા છે. સરકારનું અનુમાન છે કે આ વર્ષે અર્થતંત્ર 4-6%નો વૃદ્ધિદર હાંસલ કરશે. ગત વર્ષે અર્થતંત્ર 5.8% જેટલું ઘટીને ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું હતું. મજબૂત અર્થતંત્રનો સંકેત કોરોના સંક્રમણ પર સિંગાપોરની જીતની કહાની વર્ણવે છે.

અમેરિકા, ભારત, બ્રાઝિલ અને યુરોપ, દક્ષિણ અમેરિકા, એશિયાના ઘણા દેશોની સરખામણીમાં સિંગાપોરની કોરોના સામેની લડાઇ ઘણી સફળ રહી છે. જોકે, અહીંના ઉપાયો બીજા દેશોમાં સરળતાથી લાગુ થઇ શકે તેમ નથી. સિંગાપોરમાં સરકારનો જેટલો પ્રભાવ રહ્યો છે તેની ભારત જેવા દેશોમાં કલ્પના પણ ન થઇ શકે. અહીં બહારથી આવેલા લોકોમાંથી 40 સંક્રમિત જણાયા હતા. તેમનામાં વાઇરસનું અલગ મ્યુટેશન જોવા મળ્યું છે.

કોન્ટેક્ટ ટ્રેસર તહેનાત કર્યા, જે ખૂબ જ ઉપયોગી નીવડ્યાં
પહેલો કેસ આવતા જ ચીનથી આવતી ફ્લાઇટ્સ અટકાવી સરહદો સીલ કરી. 8 ફેબ્રુ.એ વડાપ્રધાન લી સિએને સંબોધનમાં કહ્યું કે આપણે સાર્સ વાઇરસનો જે રીતે ખાતમો કર્યો તે રીતે આનો પણ કરીશું. ત્યારે જ મલ્ટિ-મિનિસ્ટ્રી ટાસ્ક ફોર્સ બનાવાઇ, જેનું સુકાન આરોગ્ય મંત્રી ગેન કિમ યાંગ (તાજેતરમાં વાણિજ્ય ઉદ્યોગ મંત્રી બનાવાયા છે) અને રાષ્ટ્રીય વિકાસમંત્રી લોરેન્સ વોન્ગે સંભાળ્યું. બંનેએ રણનીતિ ઘડી. કોન્ટેક્ટ ટ્રેસર્સ તહેનાત કર્યા અને હેલ્થકેર વર્કર્સે સ્થિતિ સુધારવા મોરચો સંભાળ્યો.

શરૂમાં ગભરાટ ફેલાતાં બજારોમાંથી ફૂડ પ્રોડક્ટ્સ ગાયબ થઈ, ઘણા દેશો સાથે કરાર કરી એડવાન્સમાં પાક ખરીદ્યા
સંક્રમણ વધતાં લોકો ગભરાઇ ગયા. પેકેજ્ડ ફૂડ, ચોખા, પાસ્તા ખરીદવા લોકો તૂટી પડવા લાગ્યા. થોડા સમયમાં જ સ્ટોક ખાલી થઇ ગયો. આ ખરીદીએ મૂળ સંકટ ભણી ઇશારો કર્યો. સિંગાપોર 90% ફૂડ આયાત કરે છે. કોરોના સંકટના કારણે ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઇ. ફેરપ્રાઇસ ગ્રૂપના સીઇઓ સિએ પેન્ગ જણાવે છે કે આ સ્થિતિને પહોંચી વળવા તેમણે સ્થાનિક કંપનીઓ અને મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની કંપનીઓ સાથે કરાર કર્યા.

90% સંક્રમણ વર્કર્સમાં મળ્યું તો તેમને તેમના ઘરમાં જ દેખરેખ હેઠળ રખાતાં સંક્રમણ ઘટીને શૂન્ય થઈ ગયું
ગત વર્ષે 12 માર્ચે WHOએ કોરોનાને મહામારી જાહેર કરી ત્યારે 114 દેશમાં 1.2 લાખ સંક્રમિત હતા અને 4,300 દર્દીનાં મોત થઇ ચૂક્યાં હતાં. ત્યારે સિંગાપોરમાં 178 દર્દી હતા પણ એપ્રિલથી સ્થિતિ વણસતાં સરકારે ગોળ-ગોળ વાતો ન કરતા જનતાને હકીકત જણાવી દીધી કે મુખ્યત્વે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા 3.20 લાખ વસાહતી શ્રમિકોમાંથી 47% સંક્રમિત જણાયા છે. 90% સંક્રમણ આ શ્રમિકોમાં જણાયું છે. શ્રમિકોને તેમના ઘરમાં જ દેખરેખ હેઠળ રખાતાં સંક્રમણ ઘટીને શૂન્ય થઇ ગયું.

અન્ય સમાચારો પણ છે...