અમેરિકાએ 6 ઓગસ્ટ,1945ના દિવસે હિરોશિમા,9 ઓગસ્ટ,1945ના રોજ નાગાસાકી પર અણુબોમ્બ ફેકેલો
હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ યુરેનિયમથી તૈયાર કરવામાં આવેલો
જ્યારે નાગાસાકી પર ફેંકવામાં આવેલો અણુ બોમ્બ પ્લુટોનિયમ તૈયાર કરવામાં આવેલો
અમેરિકાએ જાપાનના બે શહેરો પર અણુબોમ્બ ફેંકતા માનવજાતને આ વિનાશકારી શક્તિનો પ્રથમ વખત અહેસાસ થયેલો. અણુબોમ્બ ફેકનાર અમેરિકાને આટલી વિનાશક શક્તિનો એટલો વ્યાપક અંદાજ ન હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિશ્વની બે શક્તિ અમેરિકા અને ઈંગ્લેન્ડ દ્વારા આ શક્તિશાળી અણુબોમ્બ તૈયાર કરવામાં આવ્યા હતા.
અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ હેરી એસ.ટ્રુમેનના આદેશથી 6 ઓગસ્ટ,1945 અને 9 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનના બે શહેરો પર બોમ્બ ઝીકવામાં આવેલા. બન્ને શહેરો પર જે બે બોમ્બ ફેંકવામાં આવેલા તેની વિનાશકારી શક્તિમાં ઘણો તફાવત ધરાવતા હતા. હિરોશિમા અને નાગાસાકી પર ફેકવામાં આવેલા અણુબોમ્બ કેવી રીતે અલગ હતા તે અંગે આજે આપણે વાત કરશું.
લિટલ બોય તરીકે ઓળખાતા અણુબોમ્બથી હિરોશિમા ખંડેર બનેલું
સોમવાર,6 ઓગસ્ટ,1945ના રોજ હિરોશિમા પર જે અણુબોમ્બ ફેંકવામાં આવેલો તે 'લિટલ બોય (Little Boy)'તરીકે ઓળખ ધરાવતો હતો. તે યુરેનિયમ-235 (Uranium-235)ધરાવતો હતો.
આ ખાસ બોમ્બ તૈયાર કરવામાં ચોક્કસ પ્રકારની ડિફ્યુઝન ઈનરિચમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આઈસોટોપ્સ U-235 (મૂળભૂત રીતે યુરેનિયમમાં 0.7 ટકા) અને U-238 બન્ને પ્રાથમિક રીતે આઈસોટોપ્સ સાથે ડાઈવર્સીફિકેશન ધરાવતા હતા.
હિરોશિમા પર ફેંકવામાં આવેલો બોમ્બ 60 કિલોથી વધારે અત્યંત વ્યાપક પ્રમાણમાં યુરેનિયમ ધરાવતો હતો. આ શક્તિશાળી બોમ્બ હિરોશિમા શહેરનો 90 ટકા જેટલો ભાગનો સર્વનાશ કરવા સક્ષમ હતો.
બોમ્બનું વજન આશરે 9,700 પાઉન્ડ (4,400 કિલોગ્રામ) હતું. તે B-29 વિમાન મારફતે 31,000 ફૂટની ઊંચાઈથી ફેંકવામાં આવ્યો હતો, પણ બોમ્બ શહેરથી આશરે 1900 ફૂટની ઊંચાઈ એટલે કે 580 મીટરની ઊંચાઈ પર 15000 ટનની ટ્રીનિટ્રોટોલ્યુન(TNT)ક્ષમતાથી ફાટ્યો હતો.
બોમ્બને લીધે શહેરના 5 સ્વેર માઈલના વિસ્તારનો સર્વનાશ થઈ ગયો હતો અને વર્ષ 1945ના અંત ભાગ એટલે કે બોમ્બ ફેંક્યાના આશરે સાડા ચાર મહિનામાં 1,40,000 લોકોના મોત નિપજ્યા હતા.
આ અણુ બોમ્બને લીધે કાટમાળ અને માનવ શરીર પ્રતિ કલાક 500થી 1,000 માઈલની ઝડપથી ફંગોળાયા હતા.
ફેટ મેન તરીકે ઓળકાતા અણુબોમ્બથી નાગાસાકીનો સર્વનાશ થયેલો
જાપાનના અન્ય એક શહેર નાગસાકી પર પણ ગુરુવાર 9 ઓગસ્ટ, 1945ના રોજ વધુ એક અણુ બોમ્બ ફેકવામાં આવ્યો હતો. આ અણુ બોમ્બ "ફેટ મેન (Fat Man)"તરીકે ઓળખવામાં આવતો હતો.
તે 8 કિલોગ્રામ પ્લુટોનિયમ-239 (>% Pu-239)માંથી તૈયાર કરવામાં આવેલો હતો. આ બોમ્બ તૈયાર કરવામાં કેટલાક ખાસ પ્રકારના ન્યૂક્લિયર રિએક્ટર (Nuclear Reactor)ની સિસ્ટેમેટીક ઓપરેશનનો સમાવેશ કરાયેલો.
યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રથમ માનવ સર્જીત રિએક્ટરને આ બોમ્બ તૈયાર કરવા કામગીરી સોંપવામાં આવી હતી, વિખંડન (fission)ની પ્રક્રિયા દરમિયાન વધારે વિખંડનને લીધે ન્યૂટ્રોન્સની ગતિને ધીમી પાડવા શુદ્ધ ગુણવત્તા ધરાવતા ગ્રેફાઈટનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સંજોગોમાં પ્લુટોનિયમ-239નું આ રીતે સર્જન કરવામાં આવ્યું ત્યારે જટિલ ગણાતી આઈસોટોપ સેપરેશન ટેકનિકનો સમાવેશ કર્યાં વગર રસાયણિક પ્રતિક્રિયાની બહુ સરળ પ્રક્રિયાના એક માહોલનું સર્જન થતું હતું.
નાગાસાકી પર 10,800 પાઉન્ડ એટલે કે 4,670 કિલો વજન ધરાવતા અણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નાગાસાકી પર 29,000 ફૂટની ઉંચાઈથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને શહેરની 1,650 ફૂટની ઉંચાઈ પર 21,000 ટન TNT ક્ષમતાથી ફાટ્યો હતો.
જે સ્થળ પર બોમ્બ પડ્યો હતો તેના 3 સ્ક્વેર માઈલના વિસ્તારનો સંપૂર્ણપણે નાશ થઈ ગયેલો.
આ ઘટનામાં ક્ષણભરમાં એટલે કે ગણતરીની સેકન્ડોમાં જ 22,000 લોકો મૃત્યુ પામ્યા હતા. પણ વર્ષ 1945ના અંત ભાગ સુધીમાં વધુ 17,000 લોકોના મોત નિપડ્યા હતા.
હિરોશિમા પર યુરેનિયમ અને નાગાસાકી પર પ્લુટોનિયમમાંથી તૈયાર કરાયેલો બોમ્બ ફેકાયેલો
હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ (Little Boy)ની ડિઝાઈન વિપુલ પ્રમાણમાં યુરેનિયમથી તૈયાર કરવામાં આવ્યો હતો.
જ્યારે નાગાસાકી પર ફેંકવામાં આવેલા અણુ બોમ્બ (Fat Man)પ્લુટોનિયમ (Plutonium)માંથી તૈયાર કરવામાં આવેલો તે પ્રમાણમાં વધારે જટિલ હતો.