તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 44% Of The U.S. Population Is Vaccinated, Many States No Longer Need It, While Only 1% In Africa Are Vaccinated.

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી...:અમેરિકામાં 44% વસતિને રસી અપાઈ, અનેક રાજ્યોને હવે જરૂર નહીં, જ્યારે આફ્રિકામાં માત્ર 1 ટકાનું જ વેક્સિનેશન

ન્યૂયોર્ક3 મહિનો પહેલાલેખક: સુઈ લી વી
  • મહામારીથી બચાવ: વિશેષજ્ઞોએ ચેતવ્યા, વેક્સિનેશનની ગતિ વધારવા પગલાં લેવાં પડશે

દુનિયામાં કોરોનાવાયરસની નવી વેક્સિનોને મંજૂરી મળી રહી છે. બીજી તરફ, દુનિયાની વસતિનો મોટો વર્ગ હજુ વેક્સિનની રાહ જોઈ રહ્યો છે. ધનિક દેશોએ વેક્સિનનો સંગ્રહ કર્યો છે. અમેરિકામાં તો અનેક રાજ્યોએ બાઈડન સરકારને કહ્યું હતું કે તેમને વેક્સિનનો સપ્લાઇ બંધ કરવામાં આવે. આ રાજ્યોમાં વેક્સિનની માગ ઘટી ગઈ છે. વિશેષજ્ઞોએ ચેતવ્યું છે કે વેક્સિનેશનની ધીમી ગતિને સુધારવા બીજાં કેટલાંક અન્ય પગલાં લેવાની જરૂર છે. ભારત અને દક્ષિણ અમેરિકામાં વાયરસ ઝડપથી ફેલાવાને કારણે વેક્સિનનું રક્ષા વચ આપવાની જરૂરિયાત વધી ગઈ છે. વાયરસનો ફેલાવો લાંબા સમય સુધી રહેવાને કારણે તેને પોતાનું સ્વરૂપ બદલવાની તક મળશે. એના નવા વેરિયેન્ટ વેક્સિનની અસરને ઘટાડી શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ડેટા બેઝ અનુસાર અમેરિકાએ પોતાની 44 ટકાથી વધુ વસતિને ઓછામાં ઓછો એક ડોઝ લગાવી દીધો છે. ડબ્લ્યુએચઓ દ્વારા શુક્રવારે ચીનની સિનોફાર્મ વેક્સિનને મંજૂરી આપવાનું વૈજ્ઞાનિક સમુદાયે સ્વાગત કર્યું છે, જે વેક્સિનના સમાન વિતરણ માટે બનેલા કોવેક્સ અભિયાનમાં ઉમેરાશે. ચીને દાવો કર્યો હતો કે તે આ વર્ષના અંત સુધી પાંચ અબજ ડોઝ બનાવી લેશે, પરંતુ તેના અધિકારીઓએ કહ્યું હતું કે અમે પોતાની વસતિ માટે પૂરતા ડોઝ બનાવી શકતા નથી, એટલે દુનિયાએ વધુ આશા રાખવી નહીં.

આ બાજુ વિશ્વના સૌથી મોટા વેક્સિન નિર્માતા ભારતમાં ઉત્પાદનમાં ગંભીર સમસ્યાઓ પેદા થઈ છે. દેશની માત્ર 2.3 ટકા વસતિને જ વેક્સિનના બંને ડોઝ અપાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને વેક્સિન પરથી પેટન્ટ દૂર કરવાના ભારત, દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવને ટેકો આપ્યો છે. જોકે વિશેષજ્ઞોએ ચેતવ્યા છે કે ભારત અને બીજા દેશોમાં દવા કંપનીઓને વેક્સિન ઉત્પાદન વધારવામાં ટેક્નિકલ મદદની જરૂર પડશે.

અનેક વેક્સિનોના ઝડપી આગમનની આશા
આ દરમિયાન વિજ્ઞાનીઓને આશા છે કે કોવિડ-19 વેક્સિનના બીજા ઓર્ડરથી દુનિયામાં માગ ઘટી જશે. નોવાવેક્સ ટૂંક સમયમાં જ અમેરિકામાં મંજૂરી માટે અરજી આપશે. ભારતમાં ફાર્મા કંપની બાયોલોજિકલ ઈ-ટેક્સામાં વિકસિત વેક્સિનનું પરીક્ષણ કરી રહી છે. બ્રાઝિલ, મેક્સિકો, થાઈલેન્ડ અને વિયેટનામમાં વેક્સિનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. વિશેષજ્ઞોની નજર જર્મની કંપની ક્યોરવેકના ક્લિનિકલ ટ્રાયલ પર છે. આ વેક્સિન મોડર્ના અને ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન સમાન આરએનએ ટેક્નોલોજીથી બનશે.

કેટલાંક રાજ્યોમાં માગ ઘટી
અમેરિકામાં કેટલીક રાજ્ય સરકાર મળી રહેલા વેક્સિનના ડોઝ લેવાની ના પાડી રહી છે. દેશમાં માર્ચ પછી પ્રથમ વખત વેક્સિનેશન 20 લાખ ઘટ્યું છે. વિશેષજ્ઞ કહે છે, રાજ્યોની જરૂરિયાત ઘટતાં માગમાં ઘટાડો થયો છે. વિસ્કોન્સિન, આયોવા, ઈલિનોય, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, વોશિંગટન રાજ્ય અને કનેક્ટિકટે કેન્દ્ર સરકારને વેક્સિનના ડોઝ ઘટાડવા કહ્યું છે. દેશમાં વાયરસના ફેલાવાની ગતિ ધીમી પડી છે. જોકે દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં દેશની સરેરાશથી ઓછું વેક્સિનેશન થયું છે.

  • 83% અત્યારસુધી બનેલા વેક્સિનના આટલા ડોઝ ધનિક કે મધ્યમ આવકના દેશોમાં લાગી ચૂક્યા છે. માત્ર 0.3% ડોઝ ગરીબ દેશોના ભાગમાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...