તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈઝરાયલમાં મોટી દુર્ઘટના:ધાર્મિક તહેવારમાં ભાગદોડ થવાથી 44ના મૃત્યુ, કેટલાક લોકો દાદરા પરથી પડવાથી અફરાતફરી સર્જાઈ

17 દિવસ પહેલા
  • ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે 5 હેલિકોપ્ટર્સ બોલાવવામાં આવ્યા

ઈઝરાયલના લાગ બી ઓમર તહેવાર પર થયેલા કાર્યક્રમમાં ગુરુવારે ભાગદોડના કારણે 44 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે. કાર્યક્રમ માઉન્ટ મેરનમાં કહેવાઈ રહ્યું છે કે કેટલાક લોકો દાદર પરથી પડી ગયા. તેના કારણે ભાગદોડ થઈ અને બહાર નીકળવાની કોશિશમાં લોકો કચડાઈ ગયા.

ઈઝરાયલમાં ઈમરજન્સી સેવાઓના હેડ મેગન એડમે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે 5 હેલિકોપ્ટર્સ બોલાવવામાં આવ્યા. ડઝન એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વ્હીકલ ઘટના સ્થળે પહોંચી ગયા.

શું છે લાગ બી ઓમર?
યહુદીઓ દર વર્ષે લાગ બી ઓમર તહેવાર ઉજવવા માટે મેરોન જાય છે. આ તહેવારને આગ સળગાવીને ઉજવવામાં આવે છે અને આ આગની ચારેય તરફ લોકો પ્રાર્થન કરે છે. મેરોન શહેરમાં કબ્બી શિમોન બાર યોચાઈનો મકબરા છે. ઈઝરાયલની મીડિયાના રિપોર્ટ મુજબ ગુરુવારે રાતે એક લાખ લોકો બી ઓમર તહેવારમાં સામેલ થવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો