અમેરિકામાં ભારતીયની હત્યા:હ્યુસ્ટનમાં 43 વર્ષીય રિસર્ચર શર્મિષ્ઠા સેનની જોગિંગ દરમિયાન હત્યા, શંકાસ્પદ આરોપીની ધરપકડ

હ્યુસ્ટન2 વર્ષ પહેલા
શર્મિષ્ઠા સેનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ બંને પુત્રો અને પતિની સાથે દેખાઈ રહ્યા છે.
  • ભારતીય મૂળની શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા, તેઓ ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા
  • જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ, તેના થોડા જ સમય પહેલા ઘટનાસ્થળની નજીક આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો

અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય મૂળના રિસર્ચર શર્મિષ્ઠા સેન (43)ની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, શર્મિષ્ઠાની હત્યા 1 ઓગસ્ટના રોજ તે સમયે કરવામાં આવી જ્યારે તેઓ પોતાના ઘરેથી થોડે દૂર આવેલ ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા. શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા. સ્થાનિક ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા.

શંકાસ્પદ આરોપીની ધરપકડ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોમવારે પોલીસે તપાસ બાદ 29 વર્ષીય એક અશ્વેત યુવકની ધરપકડ કરી છે. આરોપીની નામ બાકારી એબિઓના મોન્ફ્રીક છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બાકારીની પહેલા પણ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ, તેના થોડા જ સમય પહેલા ઘટનાસ્થળની નજીક આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. હવે તે તપાસ કરવામાં આવી રહી છે કે જે આરોપીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તે જ શર્મિષ્ઠાની હત્યાનો આરોપી છે.

મામલાના મૂળ સુધી પહોંચીશું

પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અમારા માટે મોટી ચિંતાની વાત છે. આગળ આવી ઘટના ન બને તે માટેના જરૂરી પગલાં લેવામાં આવશે. શર્મિષ્ઠા દરરોજ સવારે જોગિંગ માટે નીકળતી હતી. તેમના ભાઈ સુમિતે કહ્યું, તેઓ ખુબજ સારા સ્વાભાવના મહિલા હતા. કોઈની પણ સાથે તેઓ જલ્દીથી હળી-મળી જતા હતા. શર્મિષ્ઠાના એક મિત્ર મારિયો મેજરે કહ્યું, તેઓ ખુબ જ શાનદાર પર્સનાલિટીવાળા મહિલા હતા.

લોકોએ શ્રદ્ધાંજલિ આપી

જ્યાં શર્મિષ્ઠાની હત્યા થઇ હતી, ત્યાં બે ઝાડ વચ્ચે સ્થાનિક લોકોએ ફૂલો રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી. બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. શર્મિષ્ઠાના પરિવારમાં બે પુત્ર અને પતિ છે.

અન્ય સમાચારો પણ છે...