તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

CAITનો દાવો:દિવાળીમાં ચીનનું 40 હજાર કરોડનું દેવાળું, લદાખની અસરથી ફટાકડાથી લઈ સજાવટની વસ્તુમાં ભારતીયો દૂર થયા

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાઇનિઝ બનાવટના શણગારના સામાનની ફાઇલ તસવીર.
  • દિવાળીના એક મહિના પહેલાંથી ખરીદી શરૂ થઈ જતી હોય છે
  • વિદેશમાં પણ ભારતીય સામાનની માગમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે
  • ચીનથી રેફ્રિજરેન્ટવાળા એસીની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ચાલુ વર્ષે દિવાળીમાં ચીનનો સામાન બજારમાં જોવા મળશે નહીં. લદાખ અને ડોકલામના વિવાદને કારણે ચીનથી દિવાળીને લગતો એક પણ સામાન ભારત પહોંચ્યો નથી.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે સામાન્ય રીતે દિવાળીના એક મહિના પહેલાથી જ ખરીદી શરૂ થઈ જતી હોય છે. આ સામાનમાં ફેબ્રિક, ટેક્સટાઈલ, હાર્ડવેર, ફૂટવેર, ગારમેન્ટ, કિચન પ્રોડક્ટ, ગિફ્ટ આઈટમ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘડિયાળ, ઝવેરાત, ફર્નિચર, સજાવટની વસ્તુ, ફેન્સી લાઈટ, લેમ્પ શેડ, રંગોળી વગેરેનો સમાવેશ થાય છે. ચીનથી આયાત કરાતી આ બધી ચીજવસ્તુઓનું બજાર લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું થવા જાય છે.

વિદેશમાં ભારતીય વસ્તુ તરફ ઝોક
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ કહે છે કે દેશમાં જ નહીં વિદેશમાં પણ ભારતીય સામાનની માંગ વધી છે. ચાલુ વર્ષે દિવાળી સંબંધિત વસ્તુઓ જેવી કે દીવા, વીજળીના રંગબેરંગી બલ્બ, ફેન્સી મીણબત્તી, સજાવટનો સામાન, રંગોળી, શુભ-લાભના ચિહ્ન, ભેટની વસ્તુ, પૂજન સામગ્રી માટેની મૂર્તિ સહિતના અનેક ઉત્પાદનો ભારતીય કારીગરોએ તૈયાર કર્યા છે. દેશી કારીગરોના હુન્નરને ભારતીય વેપારીઓએ બજાર સુધી પહોંચાડ્યા છે. આ ઉપરાંત ઓનલાઈન અને સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં આ સામાનનો પ્રચાર થઈ રહ્યો છે.

સ્વદેશી રેફ્રિજરેટરનાં ઉત્પાદનને ઉત્તેજન
કેન્દ્ર સરકારે રેફ્રિજરેન્ટવાળા એસીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે. ડીજીએફટીએ જાહેર કરેલી અધિસૂચનામાં જણાવાયું છે કે એસીની સાથે રેફ્રિજરેન્ટને મુક્તમાંથી પ્રોહિબિટેડની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આ નિર્ણય સ્પિલ્ટ અને વિન્ડો એસી બંનેને લાગુ પડશે. આ અગાઉ સરકારે કાર, બસ, ટ્રકમાં ઉપયોગમાં લેવાતા ન્યુમેટિક ટાયરની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

આલ્કોહોલવાળા સેનિટાઈઝરની નિકાસ પરનો પ્રતિબંધ હટ્યો
ડીજીએફટીએ અન્ય એક અધિસૂચના જાહેર કરીને ડિસ્પેન્સર પંપ સાથે કન્ટેનર કે અન્ય આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરની નિકાસ પરનો પ્રતિબંધ તત્કાલ પ્રભાવથી હટાવી દીધો છે. કોરોનાને કારણે માર્ચ મહિનામાં સેનિટાઈઝરની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

શું જિનપિંગને કોરોના થઈ ગયો? વારંવાર ખાંસી, ભાષણ પણ રોક્યું
ચીનના પ્રમુખ શી જિનપિંગના આરોગ્ય અંગે અટકળોનું બજાર ગરમ છે. બુધવારે હોંગકોંગ નજીકના શેન્જેન ખાતે એક કાર્યક્રમમાં તેઓ વારંવાર ખાંસી ખાતા જોવા મળ્યાં હતા. એટલું જ નહીં ભાષણની અંતિમ 10 મિનિટમાં ખાંસી એટલી વધી ગઈ કે તેમણે તેમનું ભાષણ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. જો કે ચીનના સરકારી મીડિયા દ્વારા હજુ સુધી જિનપિંગના આરોગ્ય અંગે કોઈ રિપોર્ટ અપાયો નથી. સરકારી ટીવી ચેનલ પરથી ભાષણનું લાઈવ પ્રસારણ થતું હતું. આથી ચેનલ તેમના ખાંસીવાળા ભાગને વારંવાર કટ કરીને દર્શાવતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો