USમાં ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે ફરી શરૂ થઈ:કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીઓ; લગભગ 5 હજાર ફ્લાઇટ મોડી, 450 રદ; 2 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે

25 દિવસ પહેલા

NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે USમાં તમામ ફ્લાઇટ્સ ઠપ થઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 4663 ફ્લાઈટ્સ લેટ થઈ ચૂકી છે. 450 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. 450 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પ્રમાણે, લગભગ 4 કલાકના પ્રોબ્લેમ પછી ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે ફરી શરૂ થઈ ગઈ છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે સ્થિતિ સામાન્ય થવામાં ઓછામાં ઓછા 2 દિવસનો સમય લાગશે.

મામલો કેટલો ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મામલે વ્હાઇટ હાઉસમાં ઇમરજન્સી બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પાસેથી રિપોર્ટ મગાવ્યો હતો.

બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે 'તમામ એરક્રાફ્ટ સુરક્ષિત લેન્ડિંગ કરી શકે છે. હા, એ હકીકત છે કે અમે તેમને અત્યારે ટેકઓફની પરવાનગી આપી શકતા નથી. અત્યારે તો એ કહેવું પણ મુશ્કેલ છે કે આ મોટી સમસ્યાનું કારણ શું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે થોડા કલાકો પછી અમને આ વિશે વિગતવાર માહિતી મળશે. હું જાતે આ મામલાની દેખરેખ રાખું છું.'

અમેરિકામાં પણ આવી બેદરકારી
'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, FAA પાસે માર્ચથી કાયમી ચીફ નથી. ગયા અઠવાડિયે, બાઇડેને ફિલિપ વોશિંગ્ટનને નોમિનેટ કર્યા હતા. હવે સમસ્યા એ છે કે તેમના નામને સેનેટની મંજૂરી લેવી પડશે અને નિમણૂક સેનેટ સત્ર સુધી પેન્ડિંગ છે. જો કે એ નિશ્ચિત છે કે આજની ઘટના પછી બાઇડેનને વિપક્ષો એટલે કે રિપબ્લિકન પાર્ટી તરફથી ભારે વિરોધ અને ટીકાઓનો સામનો કરવો પડશે.

વ્હાઇટ હાઉસે કહ્યું- આ સાયબર હુમલો નથી
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી ટેક્નિકલ ખામી સર્જાયા બાદ વ્હાઇટ હાઉસ તરફતી પણ નિવેદન આપવામાં આવ્યું છે. પ્રેસ સેક્રેટરી કૈરીન જીન પિયરેના જણાવ્યા અનુસાર NBC ન્યૂઝે કહ્યું- ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરીએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. તેમણે આ સમસ્યા અંગે રાષ્ટ્રપતિને જાણ કરી છે. અત્યાર સુધીની તપાસના આધારે આપણે કહી શકીએ કે આ સાયબર હુમલાનો નથી, પરંતુ રાષ્ટ્રપતિએ આ મામલે સંપૂર્ણ અને ગંભીરતાપૂર્વક તપાસના આદેશ આપ્યા છે.

2 મિલિયન ડોલરના નુકસાનનો ભય
ન્યૂઝ એજન્સી AP પ્રમાણે, બુધવારે અમેરિકાથી કુલ 21 હજાર ફ્લાઇટ્સ ટેકઓફ થવા જઈ રહી છે. મોટાભાગની સ્થાનિક ફ્લાઇટ્સ છે. આ સિવાય 1,840 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ યુએસમાં લેન્ડ થવાની છે. તે લોકોને પણ અસર થઈ છે. જો કે આ તમામ ફ્લાઇટ્સ કેન્સલ અથવા વિલંબિત થશે, પરંતુ તે ટેક્નિકલ ખામી કેટલો સમય ચાલુ રહે છે અથવા તેને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવામાં કેટલો સમય લાગે છે તેના પર નિર્ભર છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જો ખામીને જલ્દી અને સંપૂર્ણ રીતે સુધારવામાં ન આવે તો અમેરિકાને લગભગ $20 મિલિયનનું નુકસાન થઈ શકે છે.

2 દિવસમાં ડોમેસ્ટિક ફ્લાઇટની કામગીરી સામાન્ય થઈ જશે
NBCના એવિએશન એનાલિસ્ટ કેપ્ટન જોન કોક્સે કહ્યું હતું કે 'આ કેસથી ઘણા કડવા સત્ય સામે આવ્યા છે. આપણે હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે. મારા મતે, ડોમેસ્ટિક ફ્લાઇટની કામગીરી ગુરુવાર રાત અથવા શુક્રવાર સુધીમાં સામાન્ય થઈ જશે. ધારો કે જો કોઈ એરક્રાફ્ટ ન્યુયોર્કમાં અટવાયું હોય અને તેને 4 કલાક પછી લોસ એન્જલસ પહોંચવાનું હોય તો તે થોડા કલાકો મોડું થશે. દેખીતી રીતે આ સમગ્ર ફ્લાઇટ શેડ્યૂલને ગડબડ કરશે. હવે આપણે સમગ્ર સિસ્ટમનું વિશ્લેષણ કરવું પડશે.'

એજન્સીએ શું કહ્યું
ફેડરલ એવિએશન એજન્સીએ એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમ 'ફેલ' થઈ ગઈ છે. તે ક્યારે ઠીક થશે તે અમે કહી શકતા નથી. જો કે તેને જલદી ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે.

આ નોટિસ એર ટ્રાફિક કંટ્રોલરે પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે.
આ નોટિસ એર ટ્રાફિક કંટ્રોલરે પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે.

MBC ન્યૂઝ અનુસાર, લગભગ 400 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમાં સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેક્નિકલ ખામી સવારે લગભગ 5.31 વાગ્યે સામે આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આનું કારણ શું છે. એવિએશનની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે - ટેક્નિકલ સ્ટાફ સિસ્ટમ રિપેર કરવામાં લાગેલું છે.

સ્કાય ન્યૂઝ અનુસાર-અત્યાર સુધીમાં કુલ 760 ફ્લાઈટ્સ કેન્સલ અથવા મોડી થઈ છે. ફ્લાઈટ ટ્રેકર FlightAware.com અનુસાર-91 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. FAAએ એક નવા નિવેદનમાં કહ્યું- આ કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે થયું છે. ખામી મળે ફ્લાઇટ ઓપરેશન જલદીથી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

FAAની ચેતવણી પછી મુસાફરો વોશિંગ્ટનના રીગન નેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું શિડ્યુલ તપાસે છે.
FAAની ચેતવણી પછી મુસાફરો વોશિંગ્ટનના રીગન નેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું શિડ્યુલ તપાસે છે.

NOTAM અથવા નોટિસ ટુ એર મિશન વાસ્તવમાં સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા જ ફ્લાઈટ્સની ટેકઓફ કે લેન્ડિંગની માહિતી મળે છે. NOTAM વાસ્તવિક સમયનો ડેટા લે છે અને તેને એરપોર્ટ ઓપરેશન્સ અથવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આપે છે. આ પછી એટીસી તેને પાઇલટ્સ સુધી પહોંચાડે છે. આ સિસ્ટમ દ્વારા કુદરતી આફતો અને અન્ય સમસ્યાઓ પર પણ નજર રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...