તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાન હવાઈ દળની એર સ્ટ્રાઈક:દેશના અનેક ભાગોમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 તાલિબાની આતંકવાદીઓ માર્યાં ગયા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • આ હુમલામાં ગારમસેરમાં સારા કેરા અથવા તો રેડ યુનિટ તરીકે ઓળખાતો તાલિબાનનો ડેપ્યુટી કમાન્ડર મૌલવી હિઝરત માર્યો ગયો

અફઘાનિસ્તાનના વાયુદળે રવિવારે દેશમાં અનેક સ્થળો પર હાથ ધરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 તાલિબાની આતંકવાદીના મોત થયા છે, તેમ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. દક્ષિણ-પૂર્વ હેલમન્ડ પ્રાંતમાં આવેલા ગાર્મસેર જિલ્લામાં આતંકવાદીઓને લક્ષ્યાંકમાં લઈ કરવામાં આવેલા હવાઈ હુમલામાં 14 આતંકવાદીઓ માર્યાં ગયા હતા અને અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા, તેમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ હુમલામાં ગારમસેરમાં સારા કેરા અથવા તો રેડ યુનિટ તરીકે ઓળખાતો તાલિબાનનો ડેપ્યુટી કમાન્ડર મૌલવી હિઝરત માર્યો ગયો હતો. પશ્ચિમ નિમરોઝ પ્રાંતમાં દિલરામ જિલ્લામાં તાલિબાનને ટાર્ગેટ કરી હવાઈ દળે હુમલો કરતા ઓછામાં ઓછા 12 આતંકવાદી માર્યા ગયા હતા અને અન્ય 35 આતંકવાદીને ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત પૂર્વી કાપિસા પ્રાંતના તગાબ જિલ્લામાં તાલિબાનના અડ્ડાઓ પર પણ હવાઈ હુમલા કરવામાં આવતા છ આતંકવાદી માર્યા ગયા હતા અને પાંચ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓના હથિયારો અને દારૂગોળાનો નાશ થયો છે.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

અમેરિકા- NATOના સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારથી સતત હિંસામાં વધારો
અમેરિકા તથા NATOના સૈનિકો અફઘાનિસ્તાન છોડ્યું છે ત્યારે સતત હિંસામાં વધારો થયો છે.આ સ્થિતિને અટકાવવા માટે અફઘાનિસ્તાન સરકારના સુરક્ષા દળો સતત આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. તાલિબાન જૂથ તરફથી આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.