તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાન:નંગરહારમાં વિસ્ફોટમાં 40 લોકોના મોત, પોલીસ અધિકારીના જનાજામાં આત્મઘાતી હુમલો

કાબુલ10 મહિનો પહેલા

અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ નંગરહાર રાજ્યમાં પોલીસ અધિકારી હાજી શેખ ઈકરામના જનાજા દરમિયાન થયો હતો. રાજ્યપાલ ઉત્તાઉલ્લા ખોગ્યાનીના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘાયલો વિશે જાણકારી મેળવાઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. 

હાજી શેખ ખેવા જિલ્લાના પોલીસ અધિકારી હતા. સોમવારે રાત્રે હ્રદયરોગના હુમલાથી તેમનું મોત થયું હતું. મંગળવાર સવારે તેમનો જનાજો નિકળ્યો હતો. આ દરમિયાન આત્મઘાતી હુમલાખોર જનાજામાં સામેલ થઈ ગયો હતો અને પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. 

સોમવારે કાબુલમાં ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા
કાબુલમાં સોમવારે ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. તેમા એક બોમ્બ કચરાના ડબ્બામાં અને ત્રણ રસ્તાના કિનારે રાખ્યો હતો. કાબુલ પોલીસના જણાવ્યા મુજબ બોમ્બ 10થી 20 મીટરના અંતરે રખાયા હતા. આ વિસ્ફોટમાં 12 વર્ષની બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે અહીંના પાવર સ્ટેશન ઉપર રોકેટથી હુમલો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો