ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ભલે પોતાના હાથમાં સાઉદી અરબની કમાન લઈને દેશમાં ઐતિહાસિક ફેરફાર કરી દીધા હોય. પરંતુ નાનપણથી જ તેઓ જિદ્દી અને ક્રૂર રહ્યા છે. સત્તા મેળવવા માટે માર્ગમાં ભાઈ-બહેનોથી લઈને જે પણ આવ્યા, તેમને ક્રાઉન પ્રિન્સ હટાવીને આગળ વધતા રહ્યા. જોકે ક્રાઉન પ્રિન્સની માતા પિતાની ત્રીજી પત્ની હતી, જે એક આદિવાસી સમુદાયથી આવે છે.
તેમના સાવકા ભાઈ બહેન ‘કંજરની ઓલાદ’ કહીને મજાક ઉડાવતા હતા. બાકીના ભાઈ-બહેન અભ્યાસ માટે જ્યાં અમેરિકા, બ્રિટન સહિત બીજા દેશ ગયા. બીજી તરફ, સલમાનનું ભણતર દેશમાં જ થયું. સલમાનની ભાવના હંમેશાથી બીજાઓને ઝૂકાવવાની જ રહી છે. તેનું મોટું ઉદાહરણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પોતે છે.
4 વર્ષ પહેલા વૉશિંગટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યા બાદ પ્રિન્સ વૈશ્વિક સ્તરે નિશાના પર હતા. જ્યારે તેઓ અમેરિકા ગયા, તો તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉષ્માભેર મળ્યા હતા, પરંતુ ડેમોક્રેટિક નેતા બાઇડેન તેમને નજરઅંદાજ કરવા લાગ્યા. ત્યારે પ્રિન્સ મૌન રહ્યા. આ વર્ષે જ્યારે યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ અનેક દેશોનો ગેસ સપ્લાય ઘટાડી દીધો અને તેલની કિંમતો આસમાને સ્પર્શવા લાગી તો અમેરિકા, બ્રિટન અને તૂર્કીને સાઉદી અરબ યાદ આવ્યું. આ દેશ મતભેદ ભૂલાવીને ફરીથી દોસ્તીનો હાથ લંબાવવા આગળ આવ્યો. રાષ્ટ્રપતિ જો બાઇડેનને અરબમાં સમર્થન વધારવા માટે ક્રાઉન પ્રિન્સની જરૂર પડી. ક્રાઉન પ્રિન્સ પણ જૂનો બદલો ચૂકતે કરવા બાઇડેન સાથે જેદ્દામાં શરતોની સાથે મળવા માટે તૈયાર થયા.
માતા સાથે અણબનાવ થતાં મહેલની છત ગોળીઓથી વીંધી દીધી
ક્રાઉન પ્રિન્સ ખૂબ જ જિદ્દી અને ક્રૂર પણ છે. એકવાર તો માતા સાથે અણબનાવ દરમિયાન પ્રિન્સને એટલો ગુસ્સો આવ્યો કે તેમની સામે જ ગનની તમામ ગોળીઓથી મહેલની છત વીંધી દીધી હતી. તેઓએ ઇન્ટેલિજન્સ ચીફ ભાઈ મોહમ્મદ બિન નાએફાને પણ 2017માં પદથી હટાવી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.