ચીન:4 વર્ષની બાળકી રમતાં રમતાં ત્રીજા માળેથી પડી, પાડોશીઓએ ઝીલી લેતા ચમત્કારિક બચાવ

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ પૂર્વ ચીનના જિયાન શહેરમાં એક બાળકી બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી ગઈ છે. દાદા-દાદી ચાર વર્ષની આ બાળકીને ઘરમાં એકલી જ મૂકીને બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બાળકી રમતાં રમતાં બારી પર આવી ગઈ હતી. આ બાળકી બારી પર બેસી જતાં પાડોશીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે, પાડોશીઓએ સતર્કતા દાખવી તરત જ નજીકમાં પાર્ક કરેલી કારને ઢાંકેલું કવર લઈ લીધી હતું. પાડોશીઓ કવર રાખીને નીચે ઉભા રહી ગયા હતા. જોતજોતામાં જ બાળકી નીચે પડે છે, અને આ કવરમાં ઝીલાય જાય છે. આ ઘટનામાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.

અન્ય સમાચારો પણ છે...