તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 4 Million People Will Return To Work After 83 Days In Hotspot New York, Many Cities Will Get More Discounts In Lockdown From June 8

લોકડાઉનમાં છૂટછાટ:હોટસ્પોટ ન્યુયોર્કમાં 83 દિવસ પછી 4 લાખ લોકો કામ પર પાછા ફરશે,ઘણાં શહેરોમાં 8 જૂનથી લૉકડાઉનમાં વધુ છૂટછાટો મળશે

અમેરિકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ન્યુયોર્ક સિટીમાં 8 જૂનથી લૉકડાઉન ખૂલી જશે. અંદાજે 4 લાખ લોકો કામ પર પાછા ફરી શકશે. ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યૂમોએ આ જાહેરાત કરી. ન્યુયોર્ક સિટી 15 માર્ચથી બંધ છે. મહિનાની શરૂઆતમાં ન્યુયોર્ક સ્ટેટના મોટા ભાગમાં લૉકડાઉનમાં છૂટછાટો અપાઇ પણ ન્યુયોર્ક સિટીમાં નહોતી અપાઇ. ક્યૂમોએ કહ્યું કે ન્યુયોર્ક સિટીમાં તબક્કાવાર છૂટછાટો અપાશે. પ્રથમ તબક્કામાં બાંધકામ, ઉત્પાદન અને જથ્થાબંધ માલના સપ્લાયને મંજૂરી અપાઇ રહી છે. લોકો ખેતી, ફોરેસ્ટ્રી અને માછીમારી ફરી શરૂ કરી શકશે. ન્યુયોર્કના બીજા 5 ક્ષેત્ર લૉકડાઉનમાં છૂટના બીજા તબક્કામાં જશે, જે અંતર્ગત રિયલ એસ્ટેટ સર્વિસ, છૂટક દુકાનો તથા મર્યાદિત હેરસલૂન ખોલવાની મંજૂરી હશે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 17,95,635 કેસ નોંધાયા છે અને 1,04,581 મોત થયાં છે. ન્યુયોર્ક સિટીમાં 1,99,038 કેસ નોંધાયા છે અને 20 હજાર મોત થયાં છે. 

અન્ય સમાચારો પણ છે...