દુનિયાભરમા કોરોનાનો કહેર થોડો ઓછો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગઇકાલે દુનિયાભરમાં 3 લાખ 99 હાજર 69 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન 9,273 લોકો મૃત્યુ પામ્યા હતા. આ તરફ બેલ્જિયમમાં 16 અને 17 વર્ષના કિશોરોનું વેક્સિનેશન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. તેમને જુલાઇથી ફાઇઝર વેક્સિન આપવામાં આવશે. મંત્રાલયે શનિવારે આ બાબતે જાણકારી આપી હતી.
બ્રાઝિલમાં કોવેક્સિન અને સ્પૂતનિક-V વેક્સિનના ઇમ્પોર્ટને મંજૂરી
બ્રાઝિલ સરકારે કોરોના મહામારી વચ્ચે ભારતીય વેક્સિન કોવેક્સિન અને રશિયાની સ્પૂતનિક-V વેક્સિનના ઇમ્પોર્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આશા જણાઈ રહી છે કે મંજૂરી બાદ ભારત બાયોટેક કંપની પ્રથમ જથ્થામાં કોવેક્સિનના લગભગ 40 લાખ ડોઝ બ્રાઝિલ સરકારને આપી ક્ષ્હકે છે. આ જાણકારી બ્રાઝિલની નેશનલ હેલ્થ સર્વેલન્સ એજન્સી (ANVISA)એ આપી છે.
બ્રિટનમાં અનલોક ટાળવાની માંગ
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસર રવિ ગુપ્તાએ બ્રિટનમા કોરોનાના વધતાં કેસ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમને સલાહ આપી છે કે 21 જૂનથી લોકડાઉનમાં આપવામાં આવતી છૂટછાટને હાલમાં થોડા સપ્તાહ માટે ટાળવામાં આવે. તેમને જણાવ્યુ હતું કે આપણે વેક્સિનેશનના તે લેવલને પહોંચવાથી ઘણા દૂર નથી, જે આપણને વાયરસને અટકાવવામાં મદદ કરશે. તેમને ચેતવણી આપતા જણાવ્યુ હતું કે હાલ દેશ કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં હોઇ શકે છે.
બ્રિટન બાદ અનલોક થયેલા દેશોમાં કેસ વધવાના શરૂ
બ્રિટન 17 મેના રોજથી અનલોક થયું હતું. ત્યાર બાદથી ત્યાં સાપ્તાહિક કેસ 40% સુધી વધી ગયા છે. આ ઉપરાંત સ્વીડનમાં 16%, પોર્ટુગલમાં 16%, લગ્જમબર્ગમાં 24%, રશિયામાં 5% અને આયરલેન્ડમાં 3% સુધી સાપ્તાહિક કેસમાં વધારો થયો છે.
સારી વાત તે પણ છે કે ફ્રાન્સ, ગ્રીસ, ઈટાલી, જર્મની અને સ્પેનમાં સ્થિતિમાં સુધારો છે. પ્રથમ અને બીજી લહેરમાં આ દેશોની ભયજનક સ્થિતિ બની ગઈ હતી. અનલોક થયા બાદ ફ્રાન્સમાં 17%, સ્પેનમાં 9%, ઈટાલીમાં 31%, ગ્રીસમાં 22% અને જર્મનીમાં 27% સુધી સાપ્તાહિક કેસમાં ઘટાડો આવ્યો છે.
અત્યાર સુધીમાં 17.37 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 17.37 કરોડથી વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 37.36 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 15.68 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે, 1.33 કરોડ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાં 1.33 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 87,585 લોકોની સ્થિતિ ગંભીર છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 34,204,374 | 612,203 | 28,103,491 |
ભારત | 28,103,491 | 346,784 | 26,984,781 |
બ્રાઝિલ | 16,907,425 | 472,629 | 15,290,500 |
ફ્રાન્સ | 5,707,683 | 109,973 | 5,405,991 |
તુર્કી | 5,282,594 | 48,068 | 5,154,771 |
રશિયા | 5,117,274 | 123,436 | 4,729,077 |
બ્રિટન | 4,511,669 | 127,836 | 4,272,579 |
ઈટાલી | 4,230,153 | 126,472 | 3,908,312 |
અર્જેંટીના | 3,939,024 | 80,867 | 3,497,500 |
જર્મની | 3,706,934 | 89,825 | 3,538,000 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.