• Gujarati News
  • International
  • 3.73 Lakh New Cases Registered, 4.03 Lakh Recovered; Fujian Becomes Hotspot In China, EU Recommends Ban On US Citizens

કોરોના દુનિયામાં:3.73 લાખ નવા કેસ નોંધાયા, 4.03 લાખ સાજા થયા; ચીનમાં ફુજિયાન બન્યું હોટસ્પોટ, યુરોપિયન યુનિયને અમેરિકાના નાગરિકો પર પ્રતિબંધની ભલામણ કરી

બીજિંગએક મહિનો પહેલા
  • હાલમાં દુનિયામાં 1.87 કરોડ દર્દીની સારવાર ચાલી રહી

દુનિયામાં ગઇકાલે કોરોનાના 3.73 લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 4.03 લાખ લોકો સાજા થયા હતા અને 5,913 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે સૌથી વધુ 35,450 કેસ અમેરિકામાં નોંધાયા હતા. ત્યાર બાદ 31,374 કેસ સાથે ભારત બીજા નંબરે રહ્યું છે, જ્યારે કોરોના સંક્રમણથી સૌથી વધુ 788નાં મોત રશિયામાં થયાં હતાં.

ચીનના દક્ષિણ ક્ષેત્રના ફુજિયાન કોરોનાનું નવું હોટસ્પોટ બનીને સામે આવ્યું છે. ચીનના હેલ્થ કમિશને એક નિવેદનમાં કહ્યું હતું કે ફુજિયાનમાં 20 નવા કેસ, પુતિયાનમાં 19 અને ક્વાંઝોઉમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ એક એસિમ્પ્ટોમેટિક (લક્ષણ વિનાનો) કેસ મળી આવ્યો છે. ગઇકાલે ચીનમાં કોરોના સંક્રમણના 46 નવા કેસ નોંધાયા હતા. કુલ મળીને ચીનમાં અત્યારસુધીના 95,199 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં 4,356 લોકોનાં મોત થયાં છે.

બલ્ગેરિયા, નોર્વે અને સ્વીડને અમેરિકન નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.
બલ્ગેરિયા, નોર્વે અને સ્વીડને અમેરિકન નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

અમેરિકામાં વધી રહેલા કેસો અંગે યુરોપમાં ચિંતા
કોરોનાના નવા પ્રતિબંધોને કારણે યુરોપિયન દેશોના દરવાજા અમેરિકન નાગરિકો માટે બંધ થઈ રહ્યા છે. ખરેખર, આ ઉનાળામાં યુરોપે અહીં અમેરિકન પ્રવાસીઓ માટે તેના પ્રવાસનક્ષેત્રને ખોલ્યું હતું. હવે યુરોપિયન યુનિયને ભલામણ કરી છે કે અમેરિકામાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ત્યાંના નાગરિકોની બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

યુરોપિયન યુનિયને પોતાના સેફ લિસ્ટમાંથી અમેરિકાનું નામ દૂર કરી દીધું છે. તેણે કહ્યું હતું કે કારણ વગર કોઈ અમેરિકન નાગરિક અહીં ન આવે. આ સમાચાર બાદ યુરોપિયન દેશોએ પ્રવાસ પ્રતિબંધોને વધારી દીધા છે. બલ્ગેરિયા, નોર્વે અને સ્વીડને અમેરિકન નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. ગ્રીસે પણ પ્રતિબંધો લંબાવ્યા છે.

બ્રિટનમાં 12-15 વર્ષનાં બાળકોને શાળામાં વેક્સિન આપવામાં આવશે
બ્રિટનમાં 12થી 15 વર્ષનાં બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. સરકાર આ સપ્તાહે વેક્સિનેશન કાર્યક્રમ જાહેર કરશે. આ અંગેનો પ્રસ્તાવ મંગળવાર સુધીમાં તૈયાર થવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે બાળકોનું વેક્સિનેશન 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. દેશના આરોગ્ય વિભાગે આ અંગે શાળાઓને જાણ કરી છે, જેથી તેઓ તેની તૈયારી કરી શકે.

વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ 22.54 કરોડ કેસ
હવે વિશ્વમાં 22.54 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. આમાંથી 20.20 કરોડ દર્દીએ એને હરાવ્યો છે, જ્યારે કોરોનાને કારણે 46.43 લાખ લોકોનાં મોત થયાં છે. હાલમાં 1.87 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 1.03 લાખ લોકોની હાલત ગંભીર છે.

અન્ય સમાચારો પણ છે...