તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 3.68 Lakh Cases Reported In Last 24 Hours, 7,523 Deaths; After 140 Days In Britain, The Number Of New Cases Crossed 18 Thousand

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ કેસ નોંધાયા, 7,523 લોકોના મોત; બ્રિટનમાં 140 દિવસ બાદ નવા કેસનો આંક 18 હજારને પાર

વોશિંગ્ટન/લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં કોરોનાના નાવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
  • બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બની રહી
  • દુનિયામાં અત્યાર સુધીમાં 18.15 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા

દુનિયાભરમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3 લાખ 68 હજાર 541 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 3 લાખ 13 હજાર 989 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. જો કે, ગઇકાલે 7,526 લોકોએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ દરમિયાન બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બની રહી છે. અહી છેલ્લા 24 કલાકમાં 18,270 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. આ દરમિયાન 1961 લોકો સાજા થયા અને 23 લોકોના મોત થયા હતા. નવા કેસનો આ આંકડો છેલ્લા 140 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 6 ફેબ્રુઆરીએ 18,153 કેસ નોંધાયા હતા.

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 18,270 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા.
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 18,270 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા.

ભારતમાં ટ્રેન્ડના હિસાબે ત્રીજી લહેરનું જોખમ ઓછું
નિષ્ણાંતોનું માનવું છે કે ભારતે વેક્સિનેશનને જોતાં મુખ્ય પડાવ પાર કરી લીધો છે. દેશના 25.98 કરોડ (20.95%) લોકોને કોરોનાની વેક્સિન અપાઈ ચૂકી છે. તેમાંથી 5.52 કરોડ 94.45%)ને બંને ડોઝ અપાઈ ગયા છે. હવે સંક્રમણની આગામી લહેર આવતા પહેલા 70% જનસંખ્યાને ઓછામાં ઓછો એક ડોઝ આપવો જરૂરી છે. જો કે, દેશમાં જુદા-જુદા મહામારી એક્સપર્ટ કહી રહ્યા છે કે કોરોનાની ત્રીજી કહેર ઓક્ટોબર સુધી આવી શકે છે.

ચીને કોરોના સબંધિત ડેટા આર્કાઇવથી દૂર કર્યા
કોરોના વાયરસ કોઈ પ્રાણીમાંથી આવ્યો કે ચીનની વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી લીક થયો. આ બાબતે છેલ્લા કેટલાક મહીનામાં અઢળક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા છે. મોટાભાગના રિપોર્ટ્સમાં કોરોના વાયરસ પર આપવામાં આવેલ ચીનના ડેટા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં જ એક નવો રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચીનમાં વાયરસ સબંધિત ડેટા પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે.

ANI મુજબ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વુહાનમાં શરૂઆતના સમયે સામે આવેલા કોરોના દર્દીઓના ડેટાને ગુમ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા ડેટાને ઓનલાઈન એક્સેસ કરી શકાતા હતા, પરંતુ હવે તેણે સંપૂર્ણ પણે દૂર કરવામાં આવ્યા છે. આ ખુલાસો અમેરિકાના સિએટલના ફ્રેડ હર્ચિસન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરોલોજિસ્ટ જેસી બ્લૂમે પોતાના રિપોર્ટમાં કર્યો છે.

અત્યાર સુધીમાં 18.15 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 18.15 કરોડથી વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ગયું છે. તેમાંથી 39.32 લાખ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 16.60 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે 1.15 કરોડ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાં 1.14 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ કને અને 80,670 લોકોની હાલત ગંભીર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

34,490,134

619,343

28,912,906

ભારત

30,233,183

395,780

29,251,029

બ્રાઝિલ

18,386,894

512,819

16,582,053

ફ્રાન્સ

5,768,443

110,951

5,601,802

રશિયા

5,430,753

132,683

4,943,986

તુર્કી

5,404,144

49,524

5,269,294

બ્રિટન

4,717,811

128,089

4,314,125

અર્જેંટીના

4,393,142

92,317

4,010,346

ઈટાલી

4,257,289

127,458

4,072,099

કોલંબિયા

4,126,340

104,014

3,829,487

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...