તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 3,600 Deaths In Brazil In The Last 24 Hours, The Highest Ever; Germany Issues Travel Warning To Neighboring Countries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 3,600 લોકોના મૃત્યુ, અત્યાર સુધીમાં આ સૌથી વધુ મૃત્યુ; જર્મનીએ પાડોશી દેશો માટે ટ્રાવેલ વોર્નિંગ જાહેર કરી

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • બ્રાઝિલમાં વધતાં કોરોનાના કેસના કારણે પરિસ્થિતી બગડી રહી

દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બ્રાઝિલમાં પરિસ્થિતી દિવસે ને દિવસે બગડી રહી છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82,558 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3,600 લોકોના મૃત્યુ થયા છે. આ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં થયેલા મૃત્યુનો આંક સૌથી મોટો છે. આ પહેલા 23 માર્ચે 3,158 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.

આ તરફ જર્મનીએ પાડોશી દેશો માટે ટ્રાવેલ વોર્નિંગ જાહેર કરી છે. જર્મની ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને ચેક રિપબ્લિક જેવા યુરોપીયન દેશો માટે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી વધુ કડક પ્રતિબંધો લગાવવાના નિર્ણય લીધો છે. આ દેશોમાંથી આવનારા મુસાફરો માટે 48 કલાક જુનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને 10 દિવસ ક્વોરંટાઈન રહેવાનુ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આરોગ્ય કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની તૈયારીમાં ઈટલી
ઇટલી સરકાર આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જેમણે કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન મારિયો ડ્રાઘીએ કહ્યું કે અમને નથી ઇચ્છતા કે જે કર્મચારીઓએ વેક્સિન લીધી નથી તેઓ બીમાર લોકોના સંપર્કમાં આવે. આવી સ્થિતિમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લેવાની ના પાડી છે, તેઓએ વેક્સિન લેવી પડશે, નહીં તો તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 6 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 6.18 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 11 હજારથી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.66કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.21 કરોડ લોકો સાજા થયા છે અને 27.78 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.17 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા Worldometers.info/coronavirus અનુસાર છે.

અમેરિકામાં 100 દિવસમાં 20 કરોડ લોકોને વેક્સિનેશનનો ટાર્ગેટ
રાષ્ટ્રપતિ જો બાઈડેને કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 20 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવે. હું જાણું છું કે આ અપેક્ષા કરતા વધુ છે અને અમારું મૂળ લક્ષ્ય બેગણું છે, પરંતુ કોઈ અન્ય દેશ તેની નજીક પણ આવી શક્યો નથી.

ગરીબ દેશોના વેક્સિનના 9 કરોડ ડોઝની ડિલિવરી પર અસર
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ કહ્યું છે કે ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણથી વિશ્વના સૌથી ગરીબ દેશોમાં વેક્સિનના લગભગ 90 કરોડ ડોઝની ડિલિવરી પર અસર થઈ છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ભારતમાં નવા કેસમાં અચાનક અચાનક ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (CII) પર તેની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા દબાણ બની રહ્યું છે. ગરીબ દેશોમાં વેક્સિનેશનના પ્રયાસો પર ઝટકો લાગી શકે છે.

ટોપ-10 દેશ જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,853,032

561,142

23,275,268

બ્રાઝિલ

12,407,323

307,326

10,824,095

ભારત

11,908,373

161,275

11,292,849

રશિયા

4,501,859

97,017

4,120,161

ફ્રાન્સ

4,465,956

94,275

288,062

યૂકે

4,325,315

126,515

3,768,434

ઈટલી

3,488,619

107,256

2,814,652

સ્પેન

3,255,324

75,010

3,016,247

તુર્કી

3,149,094

30,772

2,921,037

જર્મની

2,754,002

76,303

2,467,600

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/ પરથી લેવામાં આવ્યા છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો