તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈજારાશાહી:ગૂગલ એપ સ્ટોરની વધારે ફી સામે 36 અમેરિકીની રાજ્ય કોર્ટમાં અરજી

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના પેમેન્ટ ટૂલનો જ ઉપયોગ કરવા અને 30% કમિશન વસૂલીનો આરોપ

અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલને પોતાના જ દેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે 50માંથી 36 રાજ્યો અને કોલંબિયા જિલ્લાએ બુધવારે ગૂગલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે સર્ચ એન્જિન મોબાઈલ એપ સ્ટોરની ઈજારાશાહીનો દુરુપયોગ કરે છે. તે સોફ્ટવેર ડેવલોપર પર આક્રમક નિયમો થોપી દે છે.

કેસમાં દાવો કરાયો છે કે ગૂગલે સંભવિત પ્રતિસ્પર્ધી એપ સ્ટોર્સને નિશાન બનાવ્યા અને સુનિશ્ચિત કર્યું કે ડેવલોપર્સ પાસે ગૂગલ પ્લેના માધ્યમથી અેપ લાવવા ઉપરાંત કોઈ વિકલ્પ ન રહે. ઓક્ટોબર બાદ આ ચોથો રાજ્ય સ્તરીય કે સંઘીય અવિશ્વાસનો કેસ છે. જોકે એપ સ્ટોરની તપાસની માગવાળો આ પ્રથમ કેસ છે. ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કેસને બકવાસ ગણાવ્યો છે.

તેણે કહ્યું છે કે આશ્ચર્ય છે કે એટર્ની જનરલ અમારા વિરોધી એપની જગ્યાએ પ્લે સ્ટોર પર હુમલો કરી રહ્યા છે. ગૂગલમાં પબ્લિક પોલિસીના સિનિયર ડિેરેક્ટર વિલિયમ વ્હાઈટ અનુસાર આ કેસ સામાન્ય વ્યક્તિની મદદ કરવા કે ગ્રાહકોની સુરક્ષા માટે નથી. પણ આ અમુક મુખ્ય એપ ડેવલોપર્સને પ્રોત્સાહન આપવા માટે છે જે ચુકવણી કર્યા વિના ગૂગલ પ્લે સ્ટોરનો લાભ ઈચ્છે છે.

ગૂગલ ડિજિટલ કન્ટેન્ટ પ્લે સ્ટોર પર વેચવા મજબૂર કરે છે
મોબાઈલ એપ ડેવલોપર્સનું કહેવું છે કે તેમને ડિજિટલ કન્ટેન્ટ ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમથી વેચવા મજબૂર કરાય છે. તેના માટે ગૂગલને અનિશ્ચિત કાળ માટે 30 ટકા કમિશન ચૂકવવું પડે છે. ગૂગલ તેમને વધારે ચાર્જ ચૂકવવા મજબૂર કરે છે. કેસમાં કહેવાયું છે કે સ્પર્ધા વધે તો યુઝર્સને વધુ વિકલ્પ મળી શકે છે અને ઈનોવેશનને પ્રોત્સાહન મળશે. મોબાઈલ એપની કિંમતોમાં પણ ઘટાડો થઈ શકે છે. કેસમાં એવી ચિંતા પણ વ્યક્ત કરાઈ છે કે ગૂગલ તેના એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમમાં મોબાઈલ એપ્સના વિતરણ પર નિયંત્રણ ધરાવે છે. ગૂગલના આ હરીફાઈ વિરોધી આચરણને કારણે ગૂગલ પ્લે સ્ટોરની ભાગીદારી 90 ટકાથી વધુ છે. આંકડા જણાવે છે કે દુનિયાભરમાં મોબાઈલ ફોનના યુઝરોથી ગૂગલને મળનાર એપ રાજસ્વ 2021ના પહેલાં છ મહિનામાં નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. તે 4.81 લાખ કરોડ રૂપિયા રહી છે.

રાજ્યોએ કેમ કેસ દાખલ કર્યો
એપલ અને ગૂગલ જેવી કંપનીઓના વર્ચસ્વને ઘટાડવા અનેક રાજ્યોમાં ગત અઠવાડિયામાં કાયદાનો પ્રસ્તાવ આવ્યો. પોતાના કાયદાનો પક્ષ મજબૂત કરવા જ સંભવત: રાજ્યોએ આ પગલું ભર્યું છે. કેસનું નેતૃત્વ કરનારા ઉટાહના એટર્ની જનરલ સીન રેયેસ કહે છે કે ગૂગલ પ્લે નિષ્પક્ષ રૂપે કામ નથી કરી રહ્યું.

ગૂગલ શરમન એક્ટનું ઉલ્લંઘન કરે છે, માઈક્રોસોફ્ટે સમાધાન કરી લીધું છે
કેલિફોર્નિયાની પૂર્વોત્તર જિલ્લા કોર્ટમાં દાખલ 144 પાનાના કેસમાં 36 રાજ્યો અને કોલંબિયા જિલ્લામાં દાવો કરાયો છે કે ગૂગલ શરમન એક્ટનું ઉલ્લંઘન કરે છે. આ એક સંઘીય કાયદો છે. શરમન એક્ટ મુક્ત હરીફાઈને અટકાવીને ઈજારાશાહી સ્થાપિત કરવા કે જાળવી રાખવાના ખોટા વ્યવહારને અટકાવે છે. આ કાયદાનો ઉપયોગ 1911માં સ્ટાન્ડર્ડ ઓઈલ અને 1982માં એટી એન્ડ ટીની ઈજારાશાહીને ડામવા માટે કરાયો હતો. 2001માં માઈક્રોસોફ્ટ શરમન એક્ટના કેસથી બચી ગઈ હતી. ત્યારે તેણે ન્યાય વિભાગ સાથે સમાધાન કરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...