તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 318 Oxygen Concentrator Arrives At Delhi Airport From US; Biden Said India Helped Us; Now When He Needs Help, We Are With India

કોરોનામાં ભારત સાથે અમેરિકા:USથી 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર દિલ્હી એરપોર્ટ પહોંચ્યાં; બાઇડને કહ્યું- મુશ્કેલીના સમયમાં અમે ભારતની સાથે છીએ

વોશિંગટન ડીસી2 મહિનો પહેલા
સોમવારે અમેરિકાથી 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં.
  • ભારતમાં કોરોનાથી વિકટ સ્થિતિ વચ્ચે અમેરિકાએ મોકલી મદદ
  • અમેરિકા પોતાના એક્સપર્ટની એક ટીમ ભારત મોકલશે

ફ્રાન્સ, રશિયા અને બ્રિટન બાદ અમેરિકાએ પણ મુશ્કેલીના સમયમાં ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. આ જોતાં સોમવારે અમેરિકાથી 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. આ પહેલાં ભારતીય સમય મુજબ, રવિવારે મોડી રાતે રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મહામારીની શરૂઆત થતાં ભારતે અમારી હોસ્પિટલોમાં સહાય મોકલી હતી. હવે જ્યારે તેને મદદની જરૂર છે, તો અમે મદદ કરવા માટે ઊભા છીએ. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે અમે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ, જેથી કોરોનાની આ લહેર દરમિયાન જલદીમાં જલદી મદદ અને સાધન સામગ્રી ઉપલબ્ધ થાય.

કાચો માલ સપ્લાઇ કરવાનો નિર્ણય લીધો
આ પહેલાં અમેરિકાએ વેક્સિન માટેના કાચા માલ પર લગાવેલા પ્રતિબંધ હટાવતાં તાત્કાલિક ભારતને કાચો માલ સપ્લાઇ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ ઉત્પાદક કંપની પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કહ્યું હતું કે જો અમે ખરેખર કોરોના સામે ગંભીર હોઈએ તો કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ.

અમેરિકાના મૌન પર સવાલો ઊભા થઈ રહ્યા હતા
ભારતમાં કથળેલી પરિસ્થિતિ અંગે અમેરિકાના મૌન વિશે પ્રશ્નો ઊભા થયા હતા. આ પછી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રવિવારે ભારતના NSA અજિત ડોવાલ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ભારતમાં વધી રહેલા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરી હતી. સુલિવને કહ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત થતી કોવિશીલ્ડ વેક્સિન માટે જે કાચા માલની જરૂર હશે એની અમેરિકા તરત જ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત અમેરિકા દ્વારા ભારતમાં રેપિડ ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને PPE કિટ પણ ઉપલબ્ધ કરાવશે.

એક્સપર્ટની ટીમ ભારત આવશે
અમેરિકા ભારતને તાત્કાલિક ઓક્સિજન અને એનાથી સંબંધિત પુરવઠો પૂરો પાડવાનો વિકલ્પ શોધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા કેટલાક નિષ્ણાતોની એક ટીમ મોકલશે, જે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (CDC), યુએસ એડ, યુએસ દૂતાવાસ અને ભારતના આરોગ્ય મંત્રાલય સાથે મળીને કામ કરશે. અમેરિકાની ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) બાયોલોજિકલ ઇ કંપનીને વધારવા માટે ભંડોળ પૂરું પાડશે, જેથી કંપની 2022ના અંત સુધીમાં ભારતમાં કોવિડ-19ની 10 કરોડ વેક્સિનના ડોઝ તૈયાર કરી શકશે.

પૂનાવાલાએ આ વાત સોશિયલ મીડિયા પર લખી હતી
સોશિયલ મીડિયા દ્વારા અદરે લખ્યું, 'આદરણીય અમેરિકાના રાષ્ટ્રપતિ @POTUS (રાષ્ટ્રપતિનું સત્તાવાર અકાઉન્ટ) જો આપણે વાયરસને પરાજિત કરવામાં સાચા અર્થમાં એક છીએ તો અમેરિકાની બહારના વેક્સિન ઉદ્યોગના આધારે, હું તમને વિનંતી કરું છું કે અમેરિકાની બહાર કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરો, જેથી વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય. તમારા વહીવટી તંત્રની પાસે એની વિશે વિસ્તૃત માહિતી છે.'