• Gujarati News
  • International
  • 31.40 Crore Cases Worldwide, 55.21 Million Deaths; The WHO Says Half Of Europe Will Be Infected With Omicron In Just Six Weeks

કોરોના દુનિયામાં LIVE:વિશ્વમાં 31.40 કરોડ કેસ, 55.21 લાખ મોત; WHOએ કહ્યું- 6 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થશે

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કોરોનાથી 8.61 લાખ મૃત્યુઆંક સાથે અમેરિકા ટોપ પર છે

વિશ્વમાં કોરોનાના કુલ કેસ વધીને 31.40 કરોડ થઈ ગયા છે. આ દરમિયાન મૃત્યુઆંક પણ 55. 21 લાખ પર પહોંચી ગયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે 6થી 8 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે, જેની અસર પશ્ચિમી દેશોથી લઈને પૂર્વના દેશો સુધી પડશે. WHOના યુરોપ ડાયરેક્ટર હેન્સ ક્લગે જણાવ્યું હતું કે અમે 2022ના પહેલા અઠવાડિયામાં જ કોરોનાના સાત લાખથી વધુ કેસ નોંધાયા છે. આ અગાઉનાં બે અઠવાડિયાંની સરખામણીએ બમણા કરતાં પણ વધુ કેસ હતા.

વેક્સિન ખૂબ જ અસરકારક સાબિત થઈ છે
ક્લગે વધુમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસની વેક્સિન ખૂબ જ અસરકારક સાબિત થઈ છે અને એને કારણે જ મહામારી એટલી જીવલેણ નથી બની, જેટલી પહેલાં હતી. જોકે આ વાઇરસને મોસમી ફ્લૂ ગણવો એ એક મોટી ભૂલ હશે.

અમેરિકા કોરોનાથી 8.61 લાખ મૃત્યુ સાથે ટોપ પર છે.
અમેરિકા કોરોનાથી 8.61 લાખ મૃત્યુ સાથે ટોપ પર છે.

વિશ્વમાં 31 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા
અત્યારસુધીમાં સમગ્ર વિશ્વમાં 31 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 26 કરોડ લોકો સાજા થઈ ગયા છે. 55.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.61 લાખ મૃત્યુ સાથે અમેરિકા ટોપ પર છે, જ્યારે 6.20 લાખ મૃત્યુઆંક સાથે બ્રાઝિલ બીજા નંબરે, 4.84 લાખ મૃત્યુઆંક સાથે ભારત ત્રીજા નંબરે છે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

672,872

2

ભારત

185,112

3

યુકે

120,821

4

ફ્રાન્સ

368,149

2

ઈટાલી

220,532

6

તુર્કી

74,266

7

જર્મની

61,205

8

કેનેડા

27,391

9

નેધરલેન્ડ

29,039

10

પોલેન્ડ

11,406

અન્ય સમાચારો પણ છે...