બે મોટાં એરપોર્ટ પર ટેક્નિકલ ખામી- સેંકડો મુસાફરો ફસાયા:શિકાગોથી દિલ્હી આવનારા 300 પેસેન્જર 34 કલાકથી અટવાયા છે, હોંગકોંગમાં કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્લાઈટે શિકાગોમાં મંગળવારે બપોરે 1:30 વાગે ટેકઓફ કરવાની હતી. હજી સુધી તેણે ઉડાન ભરી નથી.- ફાઈલ ફોટો

વિશ્વના બે મોટાં એરપોર્ટ પર ટેક્નિકલ ખામીના કારણે સેંકડો મુસાફરો ફસાઈ ગયા છે. મંગળવારે શિકાગો એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે એર ઈન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરી શકી ન હતી. અહીં દિલ્હી આવતા 300 મુસાફરો 34 કલાક રાહ જોઈ રહ્યા છે.

બીજો મામલો હોંગકોંગ એરપોર્ટનો છે. કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીને કારણે ગુરુવારે ફ્લાઈટ્સ મોડી પડી હતી અને સેંકડો મુસાફરો અહીં ફસાયા હતા.

શિકાગોઃ મંગળવારે ફ્લાઈટ ટેક ઓફ થવાની હતી
અમેરિકાના શિકાગો એરપોર્ટ પર ટેક્નિકલ ખામીના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થઈ શકી ન હતી. શિકાગોથી મંગળવારે બપોરે 1:30 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થવાની હતી. તે 15 માર્ચે બપોરે 2.20 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થવાની હતી, પરંતુ હજુ પણ ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નથી.

ગોપાલ કૃષ્ણ સોલંકી નામના મુસાફરે જણાવ્યું હતું કે 300 પેસેન્જરો લગભગ 34 કલાકથી ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફ્લાઈટ બાબતની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ બાબતે એરલાઈનને પૂછવામાં આવ્યું તો તેમના તરફથી પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અન્ય એક પેસેન્જરે એક વીડિયો જાહેર કર્યો છે. તેણે કહ્યું કે અમને ખબર નથી કે ખરેખરમાં શું ચાલી રહ્યું છે. અમને ક્યારે ફ્લાઈટ મળશે, તેની પણ ખબર નથી.

આ મામલામાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે 14 માર્ચે ફ્લાઇટ નંબર AI 126ને ટેક્નિકલ સમસ્યાના કારણે રદ કરવી પડી હતી. તેમણે કહ્યું કે મુસાફરોને મદદ કરવામાં આવી રહી છે. તેમને બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હોંગકોંગ એરપોર્ટ પર કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીને કારણે ગુરુવારે ફ્લાઈટ્સ મોડી પડી હતી અને સેંકડો મુસાફરો અહીં ફસાયા હતા.
હોંગકોંગ એરપોર્ટ પર કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીને કારણે ગુરુવારે ફ્લાઈટ્સ મોડી પડી હતી અને સેંકડો મુસાફરો અહીં ફસાયા હતા.

હોંગકોંગ: સૌથી મહત્ત્વપૂર્ણ એરલાઇન કેથે પેસિફિકને સૌથી વધુ અસર
ગુરુવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત કેથે પેસિફિક એરલાઇન્સ છે. તેની 50 ફ્લાઈટ્સનું ટેકઓફ મોડું થઈ રહ્યું છે. આવી જ અસર અન્ય એરલાઇન્સ પર પણ જોવા મળી છે. કોવિડ મહામારી પહેલાં હોંગકોંગ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક હતું. 2019માં અહીંથી 7.1 કરોડ મુસાફરોએ ઉડાન ભરી હતી.

હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌથી વધુ અસરગ્રસ્ત કેથે પેસિફિક એરલાઇન્સ છે.
હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌથી વધુ અસરગ્રસ્ત કેથે પેસિફિક એરલાઇન્સ છે.

હોંગકોંગની એરપોર્ટ ઓથોરિટીએ હજુ કોમ્પ્યુટરમાં રહેલી ખામી અંગે વધુ માહિતી આપી નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચેક-ઇન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવનારાઓ માટે લાઇન લાગેલી છે, પરંતુ આ સુવિધા હવે બંધ છે.

અમેરિકામાં પણ 9600 ફ્લાઈટ લેટ હતી

અમેરિકામાં જાન્યુઆરીમાં, NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે 9600 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જ્યારે 1300 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 2001માં થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં આવું પહેલીવાર બન્યું, જ્યારે આટલી બધી ફ્લાઈટ્સની ઉડાન ભરવામાં વિલંબ થયો અને તેને ગ્રાઉન્ડ પર જ રોકી દેવામાં આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ 4 કલાકની મુશ્કેલી પછી ફ્લાઇટ ઓપરેશન્સ ધીમે ધીમે શરૂ કરી દીધું હતું.

મામલો એટલો ગંભીર હતો, તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે આ બાબતે વ્હાઈટ હાઉસમાં ઈમર્જન્સી બેઠક મળી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો હતો.

ફેબ્રુઆરીમાં પણ જર્મનીમાં ડઝનેક ફ્લાઈટ કેન્સલ થઈ હતી
ફેબ્રુઆરીમાં જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સની કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ડઝનબંધ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે IT સિસ્ટમની નિષ્ફળતાને કારણે આ સમસ્યા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...