ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:દુનિયામાં 30 કરોડ દર્દી, 5 મહિનામાં 10 કરોડ થયા

ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં શુક્રવારે કોરોનાના દર્દીઓની સંખ્યા 30 કરોડને વટાવી ગઈ. કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને કારણે સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણના ફેલાવાથી પહેલા વર્ષે દર્દીઓનો આંકડો 10 કરોડને આંબી ગયો હતો. આગામી 6 મહિનામાં તે 20 કરોડ થયો અને આગામી 10 કરોડ દર્દી ફક્ત 5 જ મહિનામાં મળ્યા. અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં દર્દીઓની સંખ્યા ઝડપી રીતે વધી છે. અમેરિકાના પ્રસિદ્ધ રોગ નિષ્ણાત ડૉ. એન્થની ફૌસીએ કહ્યું કે ભલે કેસ વધી રહ્યા છે પણ હવે અમેરિકા સહિત દુનિયાભરમાં દાખલ દર્દીઓના દરમાં ઘટાડો થયો છે.

ફ્રાન્સ: 1 દિવસમાં 2.61 લાખ કેસ, 10 દિવસમાં પીક
ફ્રાન્સમાં 1 દિવસમાં 2.61 લાખ કેસ સામે આવ્યા છે. સરકારનું માનવું છે કે 10 દિવસમાં અહીં પિક આવી જશે. રોજ લગભગ 3 લાખથી વધુ દર્દી આવવાની આશંકા છે. લંડનની હોસ્પિટલમાં સૈન્ય તહેનાત કરાયું છે જેથી વ્યવસ્થા જાળવી શકાય. દુનિયામાં કોરોના સંક્રમણના કેસમાં અમેરિકા હજુ પણ દુનિયાભરમાં પહેલા ક્રમે છે. શુક્રવારે અહીં 6 લાખ નવા કેસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...