આગચંપીની પ્રથા:ફ્રાન્સની 30 વર્ષ જૂની પરંપરાઃ ન્યૂ યરના પહેલા દિવસે 874 કારને આગ ચાંપી

પેરિસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રોસબર્ગમાં વિરોધ કરવા આ પરંપરા શરૂ થઈ હતી

દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, પરંતુ ફ્રાંસમાં નવા વર્ષની ઉજવણીની રીત અનોખી છે. અહીંના લોકોએ 30 વર્ષ જૂની પરંપરા પ્રમાણે ન્યૂ યરના પહેલા દિવસે 874 કારને આગચંપી કરી હતી. જોકે, 2019માં તેનાથી વધુ 1316 કાર ભડકે બળાઈ હતી. આ વર્ષે કાર બાળવા મુદ્દે દેશભરમાં 441 લોકોની પૂછપરછ કરાઈ હતી.

કાર બાળવાની આ પરંપરા 1990ના દસકામાં સ્ટ્રોસબર્ગમાં શરૂ થઈ હતી. ત્યારે ગરીબ યુવાનોએ વિરોધના પ્રતીક તરીકે આવુ કરવાનું શરૂ કર્યું હતું. પછી આ પરંપરા વિવાદાસ્પદ બની ગઈ. 2005માં દેશમાં આવાસ પરિયોજનાઓના વિરોધમાં નવ હજાર વાહનો ફૂંકી મરાયા હતા.

પોલીસના મતે, કાર બાળવાના બહાને યુવાનો ગુનાઈત કૃત્યો છુપાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો ખરાબ થઈ ગયેલા વાહનોના વીમા દાવા પણ આ રીતે કરવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...