• Gujarati News
  • International
  • 30 Indians Arrived In Delhi From Doha In The Morning, 146 Will Arrive Today; On Sunday, 390 People Were Flown Back To India In Three Planes

તાલિબાની શાસન LIVE:તાલિબાનની ધમકી, નાટો 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવે; ફ્રાંસનો જવાબ- ડેડલાઈન પછી પણ પોતાના લોકોને બચાવીશું

કાબુલ2 મહિનો પહેલા
  • દોહાથી અલગ અલગ વિમાનોમાં દિલ્હી લવાયા 146 ભારતીય

અફઘાનિસ્તાનમાંથી દુનિયાભરના દેશ પોતાના નાગરિકોને ત્યાંથી કાઢી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલથી લોકોને એરલીફ્ટ કરવાનું કામ પુરું કરવામાં આવશે. આ વચ્ચે તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેને ધમકીભર્યા શબ્દોમાં કહ્યું છે કે નાટો ફોર્સ 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટનું નિયંત્રણ છોડી દે અને પોતાના દેશ પરત જતા રહે.

તાલિબાનની આ ધમકીનો ફ્રાંસે જવાબ આપ્યો છે. ફ્રાંસ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 31 ઓગસ્ટની ડેડલાઈન પછી પણ અમે અમારા નાગરિકોને કાબુલથી બહાર કાઢવાનું કામ યથાવત રાખીશું. ફ્રાંસનું આ પ્રકારનું નિવેદન સીધો જ તાલિબાનીઓને પડકાર છે કે જો તેઓએ રેસ્કયૂ ઓપરેશનમાં કોઈ અડચણ ઊભી કરી તો ખૈર નથી.

વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે જર્મન ચાન્સેલર સાથે વાત કરી
આ વચ્ચે વડાપ્રધાન મોદીએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે સોમવારે સાંજે ફોન પર વાત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) મુજબ બંને નેતાઓએ અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. આ સાથે જ ભારત અને જર્મનીએ રણનીતિક ભાગીદારી વધુ મજબૂત કરવા અંગે જોર આપ્યું. PMOએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર મર્કેલે અફઘાનિસ્તાનની સુરક્ષાની સ્થિતિ અને તેની દુનિયા પર પડતા પ્રભાવ અંગે ચર્ચા કરી.

તાલિબાને આપી અમેરિકાને ધમકી, 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાન નહી છોડ્યું તો પરિણામ ભોગવવું પડશે
તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે તે 31મી ઓગસ્ટ પછી અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના તેના મિશનની સમયમર્યાદા વધારશે નહીં. જો અમેરિકાની સેના 31 ઓગસ્ટ બાદ પણ અહીં રહેશે તો અમેરિકાએ તેના પરિણામો ભોગવવા પડશે.

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે 31 ઓગસ્ટ રેડ લાઇન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેમની સેના આ તારીખ સુધીમાં અફઘાનિસ્તાન છોડીને જતી રહેશે. આ તારીખને આગળ વધારવાનો અર્થ છે અમેરિકી સૈન્ય ફરી અફઘાનિસ્તાનમાં પોતાનો કબ્જો વધારી રહ્યું છે. જો આવું થશે તો અમેરિકાએ તેના પરિણામો ભોગવવા પડશે.

અંદરાબમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભીષણ લડાઈ; 50 તાલિબાનીઓ ઠાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી એકમાત્ર બચેલા પંજશીરમાં લડાઈ ભયાનક માર્ગે જતી દેખાઈ રહી છે. પંજશીર ઘાટી પર હજી સુધી અફઘાનિસ્તાન કબ્જો કરી શક્યુ નથી. પંજશીર સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે અંદરાબમાં થયેલી લડાઈમાં 50થી વધુ તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને 20થી વધુ લડાકુઓને બંધક બનાવામાં આવ્યા છે.

આ લડાઈમાં તાલિબાનના ક્ષેત્રીય કમાન્ડરના માર્યા જવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યાંજ પંજશીર સમર્થક એક લડાકુનું મોત થઈ છે અને 6 ઘાયલ થયા છે. જોકે તાલિબાન સાથે જોડાયેસા સૂત્રોએ તેની પુષ્ટી કરી નથી. પરંતુ તાલિબાની લડાકુએ ભાસ્કરે કહ્યુ કે પંજશીરને માફ કરવામાં નહી આવે.

કાલે રાત્રે તાલિબાનથી જોડાયેલા એક સૂત્રે દાવો કર્યો હતો કે બાનૂ પર ફરીથી તાલિબાનનું નિયંત્રણ થઈ ગયુ છે. પંજશીર ઘાટીમાં વિદ્રોહિઓની આગેવાની કરી રહેલા અહમદ મસૂદના લડાકુ યુદ્ધ માટે તૈયાર છે. તેમના સાથે અફઘાની સેના પણ સામેલ છે. તેઓ અફઘાની ધ્વજ સાથે લડી રહ્યા છે. નેશનલ રેજિસ્ટેંસ ફ્રન્ટ એટલે કે નોર્ધન અલાયંસને લીડ કરી રહેલા મસૂદે કહ્યુ કે યુદ્ધની તૈયારી છે, પરંતુ જો રસ્તો કાઢવા જો વાતચીત હોય છે તો તેના માટે અમે તૈયાર છે.

બોરિસ જોનસન બોલાવી શકે છે ઈમરજન્સી G7 બેઠક
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મંગળવારે G7ની ઈમરજન્સી બેઠક બોલાવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આમાં, તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે 31 ઓગસ્ટ પછી પણ અફઘાનિસ્તાનમાં સેનાને રોકવા માટે કહેશે, જેથી લોકોને કાબુલ એરપોર્ટ પરથી બહાર કાઢવા માટે વધુ સમય મળી શકે. આ માટે કાબુલ એરપોર્ટ પર હજારો અફઘાન અને વિદેશી નાગરિકો રાહ જોઈ રહ્યા છે
કે તેમને કોઈ ફ્લાઇટ મળે જેથી તેઓ અફઘાનિસ્તાન છોડીને જઈ શકે.

પંજશીરમાં વોલીબોલ રમતા નજરે પડ્યા અફઘાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લા સાલેહ
પંજશીર અફઘાનિસ્તાનનું એક માત્ર એવું રાજ્ય છે જેણે હજી સુધી તાલિબાની શાસનનો સ્વીકાર કર્યો નથી. અહીં વિદ્રોહી નેતા અહમદ મસૂદ તાલિબાન સામે લડવા માટે પોતાની સેના તૈયાર કરી રહ્યો છે. પંજશીર યુદ્ધનું મેદાન બને તે પહેલા તે રમતનું મેદાન બની ગયું છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ પંજશીરમાં છે. તેઓ અહીંના સ્થાનિક લોકો સાથે વોલીબોલ રમતા નજરે પડ્યા છે.

અફઘાની શીખોએ શ્રી ગુરુગ્રંથ સાહિબને પોતાના મસ્તક પર મૂકી દીધા
હામીદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સુંદર તસવીર સામે આવી છે. કેટલાક ભારતીય નાગરિકો અને 46 અફઘાની હિન્દુઓ અને શીખો એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા હતા. એરપોર્ટ પર આ લોકોને
ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લઈ જવાશે. તેમની પાસે ત્રણ અલગ અલગ ગુરુદ્વારામાંથી ત્રણ ગુરુગ્રંથ સાહિબ પણ હતા, આ ગુરુગ્રંથ સાહિબને ત્રણ અફઘાન શીખોએ પોતાના મસ્તક પર મૂકી દીધા હતા. આ લોકોને આજે ભારત લાવવામાં આવે તેવી આશા છે.

શીખો આ પવિત્ર ગ્રંથને જમીન પર મૂકી શકતા નથી, તેથી લોકો તેને પોતાના માથા પર લઈને ચાલી રહ્યા હતા. કાબુલ એરપોર્ટ પર અરાજકતાના વાતાવરણ વચ્ચે કોઈ પણ સમયે ભાગવું પડી શકે છે, આ જાણવા છતાં પણ તેમણે ગુરુગ્રંથ સાહિબને જમીનને સ્પર્શવા દીધો નહીં. ઇન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે તેનો વીડિયો શેર કર્યો છે.

અફઘાન રિફ્યૂજીઓએ રિફ્યૂજી કાર્ડની માંગ કરી
નવી દિલ્હીના વસંત વિહારમાં UNHCRની ઓફિસની બહાર સેંકડો અફઘાની રિફ્યૂજીઓએ પ્રદર્શન કર્યું. આ લોકો અહીં 5-10 વર્ષથી રહે છે અને તેમની માંગ છે કે તેમને સંયુક્ત રાષ્ટ્રની તરફથી રિફ્યૂજી કાર્ડ આપવામાં આવે.

નવી દિલ્હીના વસંત વિહારમાં UNHCRની ઓફિસ બહાર પ્રદર્શન કરી રહેલા લોકો.
નવી દિલ્હીના વસંત વિહારમાં UNHCRની ઓફિસ બહાર પ્રદર્શન કરી રહેલા લોકો.
દિલ્હીમાં રહેતા સેંકડો અફઘાનીઓ આ પ્રદર્શનમા જોડાયા છે.
દિલ્હીમાં રહેતા સેંકડો અફઘાનીઓ આ પ્રદર્શનમા જોડાયા છે.

કાબુલ એરપોર્ટ પાર એક અફઘાન સૈનિકનું મોત
કાબુલ એરપોર્ટના ઉત્તર ગેટ પર અફઘાન સૈનિકો, પશ્ચિમી સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો. જર્મન સેનાના જણાવ્યા અનુસાર, તેમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો,
જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા છે. આ લડાઈમાં અમેરિકન અને જર્મન સૈન્ય પણ સામેલ હતું. શનિવારે કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં અફઘાનિસ્તાનના સાત લોકો પણ માર્યા ગયા હતા.

છેલ્લા ઘણા દિવસોથી કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે. શનિવારે અહીં ભાગદોડમાં સાત લોકોના મોત થયા હતા.
છેલ્લા ઘણા દિવસોથી કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે. શનિવારે અહીં ભાગદોડમાં સાત લોકોના મોત થયા હતા.

સોમવારે સવારે દોહાથી 146 ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા
દિલ્હી એરપોર્ટ પર વધુ એક વિમાનભારતીયોને લઈને આવી ગયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI972 તેમને લઈને આવ્યું છે. અગાઉ, કતાર એરવેઝની ફ્લાઈટ QR578 રવિવારે રાત્રે 1.55 કલાકે 30 ભારતીયોને લઈએન દોહાથી દિલ્હી પહોંછી હતી. કુલ 146 ભારતીયો પરત પહોંચી ગયા છે. આ તમામ લોકોને રવિવારે અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યૂ કરીને કતારની રાજધાની દોહા લાવવામાં આવ્યા હતા. કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

કાબુલથી 390 લોકો ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા હતા, જેમાંથી 329 ભારતીય હતા.
કાબુલથી 390 લોકો ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા હતા, જેમાંથી 329 ભારતીય હતા.

રવિવારે 168 લોકો પરત ફર્યા
રવિવારે ભારતે એરફોર્સના પ્લેનમાં અફઘાનિસ્તાનમાંથી 168 લોકોને બહાર કાઢ્યા હતા. તેમાં 107 ભારતીયો હતા. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા અને NATOએ જે 135 ભારતીયોને કાબુલથી કતારમાં પહોચાડ્યા હતા, તેમની પણ વતન વાપસી થઈ છે.

એર ઇન્ડિયા 1956 વિમાન રવિવારે તઝાકિસ્તાનથી 87 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું.
એર ઇન્ડિયા 1956 વિમાન રવિવારે તઝાકિસ્તાનથી 87 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું.

કાબુલથી 329 ભારતીયોની વતન વાપસી થઈ
કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. રવિવારે 390 લોકો ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા, જેમાંથી 329 ભારતીય છે. એરફોર્સના સી -17 વિમાનમાંથી 168 લોકો પરત ફર્યા જેમાં 107 ભારતીયો અને 23 અફઘાની શીખો અને હિન્દુઓનો સમાવેશ થાય છે.

વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચ્યું હતું. અગાઉ 87 ભારતીયો અને 2 નેપાળીઓને એર ઇન્ડિયાના વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. જ્યારે બીજી ફ્લાઇટથી 135 લોકો પરત ફર્યા છે.

પંજશીરમાં લડાઈ ચાલુ છે
અફઘાનિસ્તાનના 34 માંથી 33 પ્રાંત તાલિબાનના કબજામાં આવી ગયા છે. જે બાકી છે તે માત્ર પંજશીર છે, જેના માટે તાલિબાન અને પંજશીરના લડવૈયાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેના વિશે એવા અહેવાલો હતા કે પંજશીર લડવૈયાઓએ રસ્તામાં તાલિબાન પર હુમલો કર્યો. આ હુમલામાં 300 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે. તાલિબાને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તાલિબાનનો દાવો છે કે તેણે પંજશીરના બે જિલ્લા કબજે કર્યા છે.

અહેવાલ હતા કે પંજશીર લડવૈયાઓએ 300 તાલિબાનને મારી નાખ્યા હતા. પરંતુ તાલિબાને દાવો કર્યો છે કે આ સમાચાર ખોટા છે.
અહેવાલ હતા કે પંજશીર લડવૈયાઓએ 300 તાલિબાનને મારી નાખ્યા હતા. પરંતુ તાલિબાને દાવો કર્યો છે કે આ સમાચાર ખોટા છે.

એવા સમાચાર પણ છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. આ સાથે નવા રાષ્ટ્રપતિના નામની પણ જાહેરાત થઈ શકે છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે નવી સરકાર બનાવવા માટે અફઘાન નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

બાઈડેને કહ્યું- 36 કલાકમાં 11 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા
અફઘાનિસ્તાનમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ છે. તાલિબાનના ડર વચ્ચે, ઘણા દેશોના વિમાનો દરરોજ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે. રવિવારે યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમેરિકાએ 36 કલાકમાં 11,000 લોકોને બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર સેફ ઝોનમાં વધારો કર્યો છે. તાલિબાનોએ આમાં તેમની મદદ કરી છે.

બાઈડેને એમ પણ કહ્યું હતું કે કોઈ પણ રસ્તો નથી કે આટલા બધા લોકોને કાબુલમાંથી તકલીફ અને નુકશાન વિના બહાર કાઢી શકાય. તમે લોકો જે હૃદયસ્પર્શી તસવીરો જોઈ રહ્યા છો, તે થવાનું જ હતું. આ લોકોને જોઈને મારું હૃદય દુભાય છે. પરંતુ અંતે, સવાલ એ છે કે, જો અમે અફઘાનિસ્તાન હવે છોડશું નહીં, તો ક્યારે છોડીશું?

તેમણે એમ પણ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં લોકોને બચાવવાના મિશનને 31 ઓગસ્ટની સમયમર્યાદાથી આગળ વધારવા માટે લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...