તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાબુલ બ્લાસ્ટની સૌથી ઇમોશનલ ઘટના:બ્લાસ્ટમાં ગુમ થયેલો 3 વર્ષનો બાળક 2 સપ્તાહ પછી પરિવારને મળ્યો, 17 વર્ષના યુવકે બચાવ્યો હતો જીવ

2 દિવસ પહેલા

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં 26 ઓગસ્ટે એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં 169 લોકોનાં મોત થયાં છે. બ્લાસ્ટ પછી એરપોર્ટ પર પથરાઈ ગઈ હતી અને લોહીથી લથબથ ઘાયલો ચીસો પાડી રહ્યા હતા. આ હુમલામાં ઘણી મહિલાઓ અને બાળકોના પણ જીવ ગયા હતા. દોડભાગમાં ઘણાં બાળકો તેમના પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં. 3 વર્ષનો અલી (નામ બદલ્યું છે) પણ તેમાંનો એક હતો. જાણો કેવી રીતે આ બાળકનો જીવ બચ્યો અને કેવી રીતે 2 સપ્તાહ પછી તેના પરિવારને મળી શક્યો...

કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ પછી અલી તેની માતા અને બહેનથી છૂટો પડી ગયો હતો, પરંતુ તે કોઈ રીતે દોહા પહોંચ્યો હતો. હવે બે સપ્તાહ પછી જ્યારે અલી તેના પરિવારને મળ્યો તો ઘરના લોકો જ નહીં, પરંતુ આ વાત જોનાર-સાંભળનાર દરેક લોકો ઈમોશનલ થઈ ગયા હતા. અલીના પિતા શરીફે (નામ બદલ્યું છે) જ્યારે તેને ગળે લગાવ્યો ત્યારે ખુશીને કારણે તેમની પાસે શબ્દો નહોતા, તેઓ માત્ર એટલું જ બોલી શક્યા કે બે સપ્તાહથી ઊંઘ્યો નથી.

કેનેડાના ઓન્ટારિયો એરપોર્ટ પર અલીને તેના પિતાએ ગળે લગાડ્યો અને ઘણીવાર સુધી બંને એકબીજાની સામે જોતા જ રહ્યા.
કેનેડાના ઓન્ટારિયો એરપોર્ટ પર અલીને તેના પિતાએ ગળે લગાડ્યો અને ઘણીવાર સુધી બંને એકબીજાની સામે જોતા જ રહ્યા.

દોહામાં અલીનું ધ્યાન રાખનાર કતરના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર એક 17 વર્ષના યુવકે હિંમત ના દાખવી હોત તો કદાચ આજે અલી જીવતો ના હોત. બ્લાસ્ટમાંથી થયેલી દોડાદોડમાં 17 વર્ષના યુવકે 3 વર્ષના અલીને ડરેલો જોયો તો તેણે પોતાની ચિંતા કર્યા વગર તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો નિર્ણય કર્યો. તેને કારણે જ આજે અલી તેના પરિવાર સાથે હસી રહ્યો છે.

3 વર્ષનો અલી 2 વર્ષ પછી તેના પિતાને મળ્યો તો તેમને ચોંટી પડ્યો
3 વર્ષનો અલી 2 વર્ષ પછી તેના પિતાને મળ્યો તો તેમને ચોંટી પડ્યો

ત્રણ વર્ષનો બાળકને બે સપ્તાહ સુધી તેના પરિવારથી દૂર અનિશ્ચિતતાની સ્થિતિમાં રાખવો અને એક માતાનું તેના દીકરાથી છૂટા પડીને રહેવું કેવી સ્થિતિ હશે એ વિશે કંઈપણ કહેવાની જરૂર નથી. અલીના પિતા તો 2 વર્ષ પહેલાં જ તેમના દીકરાને મળ્યા હતા, કારણ કે તેઓ વેપારના કામે અફઘાનિસ્તાનથી કેનેડા આવ્યા હતા.

અલીની સાથે દોહાથી આવેલી યુએનની અધિકારી સ્ટેલાએ તેને ગળે લગાડ્યો, સ્ટેલાએ કહ્યું- અલી ખૂબ સારું બાળક છે. 14 કલાકની ફ્લાઈટમાં તે ડ્રોઈંગ કરતો રહ્યો અને તેને ગમતી ફિલ્મો જોતો રહ્યો.
અલીની સાથે દોહાથી આવેલી યુએનની અધિકારી સ્ટેલાએ તેને ગળે લગાડ્યો, સ્ટેલાએ કહ્યું- અલી ખૂબ સારું બાળક છે. 14 કલાકની ફ્લાઈટમાં તે ડ્રોઈંગ કરતો રહ્યો અને તેને ગમતી ફિલ્મો જોતો રહ્યો.

કાબુલ પર તાલિબાનના કબજા પછી ડરેલા હજારો લોકોની જેમ અલીની માતા પણ બાળકો સાથે કેનેડા જવા માટે 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર રાહ જોતી હતી. આ દરમિયાન થયેલા આતંકી હુમલામાં અલી તેમનાથી છૂટો પડી ગયો હતો. 2 દિવસ પછી જ્યારે ફરી એરલિફ્ટ શરૂ થયું ત્યારે અમેરિકન સૈનિકોએ અલીને એકલાને જ દોહાની ફ્લાઈટમાં બેસાડી દીધો હતો. દોહા પહોંચ્યા પછી તેને એક અનાથાલયમાં રાખવામાં આવ્યો હતો. હવે બે સપ્તાહ પછી અલીને દોહાથી ટોરંટોની ફ્લાઇટમાં બેસાડીને સોમવારે સાંજે કેનેડા પહોંચાડવામાં આવ્યો છે.

એરપોર્ટ પર વિક્ટ્રી સાઈન દેખાડતા અલીએ તેના પિતાનો હાથ એવી રીતે પકડ્યો છે જે જણાવે છે કે હવે તેઓ કદી છૂટા નહીં પડે.
એરપોર્ટ પર વિક્ટ્રી સાઈન દેખાડતા અલીએ તેના પિતાનો હાથ એવી રીતે પકડ્યો છે જે જણાવે છે કે હવે તેઓ કદી છૂટા નહીં પડે.

કેનેડાના ગ્રેટર ટોરંટો વિસ્તારમાં રહેતા અફઘાની સમુદાયના સભ્ય અને શરીફના મિત્ર સમસોરે જણાવ્યું હતું કે તેઓ 2 વર્ષ પહેલાં શરણાર્થી તરીકે કેનેડા આવ્યા હતા અને બે મહિના પહેલાં જ તેમના પરિવારને અફઘાનિસ્તાનથી કેનેડા લાવવામાં સફળ રહ્યા છે, તેથી તેઓ તેમના મિત્ર શરીફની સ્થિતિને સમજી શકે છે.

શરીફને કદાચ વિશ્વાસ નથી થતો કે અલી હવે હંમેશાં માટે તેની સાથે આવી ગયો છે, તેથી તેઓ વાંરવાર તેને અડી રહ્યા છે.
શરીફને કદાચ વિશ્વાસ નથી થતો કે અલી હવે હંમેશાં માટે તેની સાથે આવી ગયો છે, તેથી તેઓ વાંરવાર તેને અડી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...