આશંકા:નષ્ટ થયેલા રોકેટનો 3 ટન કચરો આજે ચંદ્ર સાથે ટકરાઇ શકે છે, જેનાથી 66 ફૂટ ઊંડો ખાડો પડી શકે છે

ન્યુયોર્ક6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૃથ્વી પરથી બાયનોક્યુલરથી પણ ન દેખાય તેટલે દૂર ટક્કર, વિશ્લેષણમાં સમય લાગશે

ચંદ્રની સપાટી સાથે શુક્રવારે 3 ટન અવકાશી કચરો ટકરાઇ શકે છે. જો આવું થયું તો આ પહેલીવાર પૃથ્વી પરથી છોડાયેલા કોઇ રોકેટનો કોઇ હિસ્સો ચંદ્રની સપાટી સાથે ટકરાશે. આ કચરો નષ્ટ થઇ ચૂકેલા રોકેટના અવશેષ હોવાનું કહેવાય છે. તેની ઝડપ કલાકના 9,300 કિ.મી. છે.

આ કચરાથી 33થી 66 ફૂટ ઊંડો ખાડો પડી શકે છે. કદમાં તે એટલો મોટો હશે કે તેમાં ઘણા ટ્રક સમાઇ જાય. ટક્કરને પગલે ચંદ્ર પરની ધૂળ ઊડીને સપાટી પર સેંકડો કિ.મી. સુધી ફેલાશે. ચંદ્રની સપાટીના જે ભાગ પર આ કચરો ટકરાવાની શક્યતા છે તે એટલી અંતરિયાળ જગ્યા છે કે જ્યાં પૃથ્વી પરથી બાયનોક્યુલરની નજર પણ પહોંચી શકે તેમ નથી. તેથી ઉપગ્રહ તસવીરોની મદદથી ટક્કરની પુષ્ટિ કરતા લાંબો સમય લાગી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ રોકેટ ચીનનું છે જે લગભગ એક દાયકા પૂર્વે લૉન્ચ કરાયું હતું. તે ત્યારથી અવકાશમાં ભટકી રહ્યું છે પણ ચીનના અધિકારીઓનું કહેવું છે કે આ રોકેટ તેમનું નથી. બીજી તરફ વિજ્ઞાનીઓનું માનવું છે કે પૃથ્વીની નજીક અવકાશમાં તરતા કચરા પર નજર રાખવી પ્રમાણમાં સરળ હોય છે.

ઊંડા અવકાશમાં મોકલાતી વસ્તુઓ અન્ય વસ્તુ સાથે ટકરાય તેવી શક્યતા ઓછી હોય છે. શોખથી ખગોળિય જાસૂસની ભૂમિકા ભજવતા કેટલાક અવકાશ નિરીક્ષકો તેમના પર નજર રાખે છે. આવા જ નિરીક્ષક બિલ ગ્રેએ જાન્યુઆરીમાં આ રોકેટ ચંદ્ર સાથે ટકરાવાનો રૂટ શોધ્યો હતો.

2500 કિ.મી. સુધીના ઘણા ખડક, 58 મિશન રોકેટ પડ્યા
ચંદ્ર પર પહેલેથી અગણિત ખડકો છે, જેમની લંબાઇ 2,500 કિ.મી. સુધી છે. બહુ ઓછું કે નહિવત્ વાસ્તવિક વાતાવરણ છે. તેથી ચંદ્ર પર ઉલ્કાપિંડો અને નાના ગ્રહો ટકરાવાની ભીતિ રહે છે. વાતાવરણ અને ક્ષરણ ન થવાથી ખડક બનતા રહે છે. અત્યાર સુધી ચંદ્રનાં રહસ્યો પરથી પડદો ઉઠાવવા લૉન્ચ કરાયેલાં 58 મિશન રોકેટ પણ નષ્ટ થઇને ચંદ્ર પર પડી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...