અંતરિક્ષમાં ચીનનું સ્પેસ સ્ટેશન:3 વિજ્ઞાની અંતરિક્ષમાં મોકલ્યા, 6 મહિના અહીં રહેશે

બેઇજિંગ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીન અત્યારે સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે, જેનું કામ હાલમાં અધૂરું છું. ચીને આ કાર્ય પૂર્ણ કરવા માટે રવિવારે પોતાના ત્રણ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલ્યા છે. અહીંયા તેઓ છ મહિના સુધી કામ કરશે અને હવે સ્પેસ સ્ટેશનનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે.

Shenzhou-14 અવકાશયાનને વહન કરતું લોંગ માર્ચ-2F રોકેટ રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે 10:44 વાગ્યે ગાંસુના ઉત્તર-પશ્ચિમ પ્રાંતના જીયુક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી લોન્ચ કરાયુંં હતું. શેનઝોઉને ચાઈનીઝ ભાષામાં ડિવાઈન વેસલ કહેવામાં આવે છે. આ મિશનના કમાન્ડર ચેન ડોંગ છે, લિયુ યાંગ, કાઈ ઝુઝે પણ છે. આ ત્રણેય છ મહિના ટિયાન્હે ખાતે વિતાવશે. ચેન, 43, 2016 માં શેનઝાઉમાં 11 મિશન પર ગયા, જે તેમનું બીજું મિશન હતું અને કમાન્ડર તરીકેનું પ્રથમ હતું. 43 વર્ષીય લિયુ 2012માં શેનઝોઉ 9માં અવકાશમાં જનારી પ્રથમ ચીની મહિલા બની હતી, જે તેની બીજી સફર હતી.

અન્ય સમાચારો પણ છે...