રશિયાના હુમલાનો જવાબ આપી રહેલા યુક્રેનનો જુસ્સો વધારવા દુનિયાભરથી નેતાઓનો કીવ પહોંચવાનો સિલસિલો યથાવત્ છે. ગુરુવારે પહેલીવાર ત્રણ મોટા દિગ્ગજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન, જર્મનીના ચાન્સેલર ઓફ શુલ્ત્જ અને ઈટાલીના પીએમ મારિયો ડ્રાગી રાજધાની કીવ પહોંચ્યા હતા.
રશિયાના સતત હુમલાને કારણે ત્રણે નેતાઓને પોલેન્ડ સરહદે પેરેમયશી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેનમાં કીવ લવાયા. ત્રણેય નેતાઓએ પેરેમયશીથી કીવની લગભગ 650 કિ.મી.ની મુસાફરી 8 કલાકમાં પૂર્ણ કરી હતી.
ખાસ વાત એ હતી કે આ ત્રણેય રાષ્ટ્રપ્રમુખોને યુક્રેનની જેલેન્સકી સરકારે તેમની 500 એલિટ સૈનિકોની સુરક્ષા પૂરી પાડી હતી. સૂત્રો અનુસાર આ તમામ તેમની સાથે ટ્રેનમાં સવાર હતા. ટ્રેન રુટમાં યુક્રેનના સૈનિકો તેમને બખ્તરિયાં વાહનોથી કવર પણ આપી રહ્યાં હતાં. ત્રણેય નેતાઓના આગમનને ટોપ સિક્રેટ રખાયું હતું. આ ત્રણેય નેતાઓએ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી. રોમાનિયાઈ રાષ્ટ્રપતિ ક્લાઉસ સાથે તે તમામ ઈરપિન પણ ગયા હતા.
વીઆઈપી વિઝિટ ટ્રેનથી, રેશન માટે સડક માર્ગ
રશિયાના હુમલા બાદથી યુક્રેનમાં આવનારા વીઆઈપી નેતાઓની વિઝિટ માટે પોલેન્ડના માર્ગનો ઉપયોગ કરાય છે. પોલેન્ડ યુક્રેનની પશ્ચિમમાં છે. અહીં હાલ રશિયાના સૈન્યનો કબજો નથી. લક્ઝુરિયસ ટ્રેન 2014 સુધી ક્રીમિયામાં ચાલતી હતી. યુક્રેનને હવે રેશન સપ્લાય માટે પશ્ચિમી સડક માર્ગનો ઉપયોગ થાય છે.
મસ્કના સ્ટારલિન્કથી રશિયાનો સાઈબર હુમલો નિષ્ફળ
ઈલોન મસ્કે યુક્રેનને તેમનું સ્ટારલિન્ક નેટવર્ક આપ્યું છે. એવામાં કોઇ પણ વીઆઈપી વિઝિટ દરમિયાન કોઈ પણ જાણકારી રશિયાના સાઈબર હેકર્સના નિશાનાથી બચતી રહે છે. યુક્રેની સુરક્ષાકર્મી અને સૈન્ય વીઆઈપી વિઝિટ દરમિયાન આ નેટવર્કનો જ ઉપયોગ કરે છે. જેનાથી તમામ વીઆઈપી વિઝિટ સુરક્ષિત રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.