તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો:3 અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા, 18 પોલીસકર્મીઓ સહિત 20 ઘાયલ; અનેકની હાલત ગંભીર

ઇસ્લામાબાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોરે ચેકપોસ્ટ પર અમારી કારને મોટરસાઇકલની ટક્કર મારી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. - Divya Bhaskar
પોલીસે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોરે ચેકપોસ્ટ પર અમારી કારને મોટરસાઇકલની ટક્કર મારી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો.
  • આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા હતા. ક્વેટાના મસ્તુંગ રોડ પર ફ્રન્ટિયર કોર્પ્સ ચેકપોસ્ટ પર થયેલા હુમલામાં 20 લોકો ઘાયલ પણ થયા હતા. ઘાયલોમાં 18 સુરક્ષા કર્મચારીઓ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને શેખ ઝૈદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. નજીકમાં સ્થળોની તપાસ ચાલી રહી છે.

આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. શનિવારે તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે TTPનો મુદ્દો એવો છેમ જેનો ઈમરાન ખાન સરકારે ઉકેલ લાવવો જોઈએ, અફઘાનિસ્તાનનો નહીં.

બ્લાસ્ટમાં 5 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાની આશંકા
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ફ્રન્ટિયર કોર્પ્સના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ડીઆઈજીના હવાલેથી હુમલામાં 5 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હોવાનું જણાવ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ફ્રન્ટિયર કોરના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. .
જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ફ્રન્ટિયર કોરના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. .

વડાપ્રધાન ઇમરાન ખાને હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે મારી સંવેદના શહીદોના પરિવારજનો સાથે છે અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું. વિદેશી સમર્થિત આતંકવાદીઓને નિષ્ફળ બનાવીને અમને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા દળો અને તેમના બલિદાનને સલામ કરું છું.

ક્વેટામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 2 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા
થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ક્વેટામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. 13 લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ શહેરની એ જ પ્રખ્યાત સેરેના હોટલ પાસે થયો હતો, જ્યાં ચાર મહિના પહેલા આતંકવાદી હુમલો થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા.

રિપોર્ટ અનુસાર, બોમ્બને મોટરસાઇકલમાં છુપાવવામાં આવ્યો હતો. જેવી જ પોલીસની પેટ્રોલિંગ વાન પસાર થઈ, ત્યારે વિસ્ફોટ થયો. બે પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ હુમલામાં રસ્તા પરથી પસાર થતા ચાર લોકો પણ ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...