કેનેડામાં પાર્ટ ટાઇમ જોબ કરનારા ભારતીયો પર હુમલા:દોઢ મહિનામાં 3 હત્યાઓ, મોડી રાત્રે બહાર રહેવાથી હિંસાનું જોખમ વધ્યું

ટોરન્ટોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો લાઇનઃ કેનેડામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 18.5 લાખ છે, જે કુલ વસ્તીની લગભગ 5% છે. - Divya Bhaskar
ફોટો લાઇનઃ કેનેડામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 18.5 લાખ છે, જે કુલ વસ્તીની લગભગ 5% છે.

ટોરન્ટોથી ભાસ્કર માટે સાલિક અહમદ
કેનેડામાં ભારતીય મૂળના લોકો પર હિંસક હુમલાની વધતી ઘટનાઓથી ભારતીય સમાજમાં ભયનું વાતાવરણ પેદા થયું છે. છેલ્લા દોઢ મહિનામાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. જોકે તેની પુષ્ટિ નથી થઇ કે ભારતીય જ નિશાના પર હતા કે તેઓ વંશીય નફરતનો શિકાર થઇ રહ્યા છે.

ચિંતાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં NRI યુવા આજીવિકા માટે પાર્ટ ટાઇમ નોકરીઓ કરી રહ્યા છે. મોટા ભાગના મોડી રાત સુધી કામ કરે છે. ડિસેમ્બરમાં અલ્બર્ટામાં સનરાજસિંહ (24)ની હત્યા કરવામાં આવી. ડિસેમ્બરમાં જ ઓન્ટારિયોના મિસિસૌગામાં પવનપ્રીત કૌર (21)ની ગોળી મારી હત્યા કરવામાં આવી. નવેમ્બરમાં બ્રિટિશ કોલંબિયામાં મહકપ્રીત સેઠી (18)ની છરો હુલાવીને હત્યા કરવામાં આવી.

રાતના ગેસ સ્ટેશન-મોટા સ્ટોરમાં જોખમ
સાઉથ એશિયન હેરિટેજ એસોસિયેશન ઓફ હેમ્લ્ટન એન્ડ રિઝનના પ્રેસિડેન્ટ ખર્શીદ અહમદનું કહેવું છે કે ઘણા બધા ભારતીયો સર્વિસ સેક્ટરમાં છે અને ઘણી વાર મોડી રાત સુધી બહાર રહેવું પડે છે. એવામાં તેમની સાથે હિંસાનું જોખમ વધી જાય છે.

ગ્રેટર ટોરેન્ટો એરિયાના સ્કારબરોમાં રહેતા અને ડિલિવરી સર્વિસ સાથે જોડાયેલા યુવરાજ મોંગિયાનું કહેવું છે કે ગેસ સ્ટેશન અને મોટા સ્ટોરો જેવી જગાઓ પર રાતપાળીમાં માત્ર એક વ્યક્તિ જ તહેનાત રહે છે. એવામાં જોખમ વધી જાય છે. મહકપ્રીત સાથે ખૂબ ખરાબ થયું. જો અમારો જીવ સુરક્ષિત ન હોય તો અહીં રહેવાનો ફાયદો શું?

50 વર્ષ પહેલાં કેનેડામાં બહુ વંશીય ભેદભાવ હતા
ખુર્દીશનું કહેવું છે કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના અલીગઢથી 50 વર્ષ પહેલાં આવીને વસેલા તે સમયે કેનેડાનો સમાજ ભારતીયો અને બીજા એશિયનો વિરુદ્ધ સંપૂર્ણપણે રીતે વંશીય ભેદભાવ રાખતા હતા. ત્યારે ઘણી વાર ભારતીયો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ આ દશકોમાં ઘણો બદલાવ આવ્યો છે.

મકાનોની કિંમત બધી, વિદેશીઓને સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધ
કેનેડામાં સરકારે વિદેશીઓને રેસિન્ડેશિયલ સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોવિડ પછી રિયલ એસ્ટેટની કિંમતો વધી ગઇ છે. માનવામાં આવે છે કે કિંમતો વિદેશી નાગરિકો દ્વારા સંપત્તિમાં રોકાણ કરવાને લીધે વધી રહી છે.

બહારથી આવીને વસનારામાં દરેક 5માંથી એક ભારતીય
કેનેડામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 18.5 લાખ છે, જે કુલ વસ્તીની લગભગ 5% છે. તેના સિવાય કેનેડા યુનિવર્સિટીઝમાં 2.3 લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટ્સ ભણી પહ્યા છે. તેમાંથી ઘણા બધા પોતાનો ખર્ચ કાઢવા માટે પાર્ટ ટાઇમ જોબ કરે છે. હાલનાં કેટલાંક વર્ષોમાં ભારતીયો માટે શિક્ષણ, નોકરી અને સ્થાયી નિવાસ માટે મુખ્ય રૂપે કેનેડા ઊભર્યું છે.

સ્ટેટેસ્ટિકલ રીતે કેનેડાના એક તાજા રિપોર્ટ અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં કેનેડામાં આવીને વસનારા હરેક પાંચ પ્રવાસીઓમાં એક ભારતમાંથી આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...