લદ્દાખમાં ફરી ચીનનું કૃત્ય:LoC નજીક આવેલા હોટ સ્પ્રિંગમાં 3 મોબાઈલ ટાવર લગાવ્યા, ભારતીય વિસ્તાર પર નજર રાખવાનું જોખમ

બેઇજિંગએક મહિનો પહેલા
  • ચીન- ભારત સરહદ વિવાદને લઈને અત્યાર સુધી અનેક રાઉન્ડની બેઠકો થઈ છે

ચીને LoCને અડીને આવેલા હોટ સ્પ્રિંગમાં 3 મોબાઈલ ટાવર લગાવ્યા છે. લદ્દાખના ચુશુલ ક્ષેત્રના કાઉન્સિલર કોન્ચોક સ્તાનઝિને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી હતી. કોન્ચોકે કહ્યું કે ચીન સરહદ નજીક મોબાઈલ ટાવર બનાવી રહ્યું છે, આ ભારત માટે સારા સમાચાર નથી. ચીન પહેલેથી જ ભારતની જમીન પર કબજો કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન આ ટાવરનો ઉપયોગ ભારતીય વિસ્તારમાં નજર રાખવા માટે કરી શકે છે.

કોન્ચોકે કહ્યું કે ચીન તેના કૃત્યોને અટકાવી રહ્યું નથી. ભૂતકાળમાં પણ ચીને પેંગોન્ગ તળાવ પર પુલ બનાવ્યો હતો અને હવે હોટ સ્પ્રિંગમાં ત્રણ મોબાઇલ ટાવર લગાવ્યા છે. શું આ ચિંતાનો વિષય નથી? ચુશુલના કાઉન્સિલરે કહ્યું કે ભારતના ગામડાઓમાં 4G સુવિધા નથી, જ્યાં લોકો ભારત-ચીન સરહદને અડીને રહે છે. હું જે વિસ્તારમાં રહું છું ત્યાં 11 ગામો 4G નેટવર્ક સેવાના ક્ષેત્રની બહાર છે.

સરહદને અડીને આવેલા વિસ્તારોના વિકાસ તરફ ધ્યાન ન આપીને આપણે પાછળ રહીએ છીએ. આપણી પાસે માત્ર એક મોબાઈલ ટાવર છે જ્યારે ચીન પાસે 9 ટાવર છે.

16 જાન્યુઆરીના રોજ, ઉપગ્રહની તસવીરો દર્શાવે છે કે ચીન પેંગોન્ગ ત્સો તળાવની બીજી બાજુ એક નવો પુલ બનાવી રહ્યું છે. તેની લંબાઈ 400 મીટરથી વધુ છે. આ પુલ 8 મીટર પહોળો છે અને પેંગોન્ગના ઉત્તરી કાંઠે ચીની આર્મી બેઝની નજીક છે. જ્યારે, ભારતે ચીનની આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતે કહ્યું કે તેણે દેખરેખ રાખી રહ્યું છે.

ભારતે ગેરકાયદે કબજો હોવાનું જણાવ્યું
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ચીન એવા વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે જે છેલ્લા લગભગ 60 વર્ષથી ગેરકાયદેસર રીતે ચીનના કબજામાં છે. ભારતે આવા ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી. જણાવી દઈએ કે 2020માં આ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. પછી ચીનના વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો અને સૈનિક આવાસ જોવા મળ્યા હતા.

આ બ્રિજના નિર્માણ બાદ બેઇજિંગને આ વિસ્તારમાં સૈન્યમાં વધારો જોવા મળી શકે છે. તે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના ટકરાવનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ચીન અને ભારત સરહદ વિવાદને લઈને અત્યાર સુધી અનેક રાઉન્ડની બેઠકો થઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...