અનોખી સિદ્ધિ:પાકિસ્તાનમાંથી 3 લાખ ગધેડા ચીન મોકલવામાં આવશે

ઈસ્લામાબાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગધેડાના મામલે પાકિસ્તાને દુનિયાના ત્રીજા સૌથી મોટા દેશ તરીકેનું ગૌરવ જાળવી રાખ્યું
  • 3 વર્ષમાં પાકિસ્તાનમાં 3 લાખ ગધેડા વધી ગયા

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના ગત 3 વર્ષના કાર્યકાળમાં દર વર્ષે ગધેડાની વસતીમાં એક લાખનો વધારો થયો છે. આ ત્રણ લાખ નવા ગધેડા ઉમેરીને હવે આ પ્રાણીની કુલ વસતી 56 લાખને આંબી ગઈ છે. તેની સાથે જ પાકિસ્તાને ગધેડાની આ વસતી મામલે દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ હોવાનું ગૌરવ જાળવી રાખ્યું છે.

ખાસ વાત એ છે કે આ ગધેડાની ચીનમાં નિકાસ કરી પાક. સરકાર નફો રળશે. એક સમજૂતી હેઠળ પાકિસ્તાન ચીનને દર વર્ષે 80 હજાર ગધેડા મોકલે છે. જેનો ઉપાયોગ માંસ અને અને અન્ય કામ માટે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...