બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલમાં હિંસા:4000 અજ્ઞાત લોકો વિરુદ્ધ 3 FIR; ફક્ત 40 આરોપી ઓળખી શકાયા, 20ની ધરપકડ

ઢાકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોઆખલીમાં થયેલી હિંસામાં 2ના મોત થયા હતા

બાંગ્લાદેશમાં ગયા અઠવાડિયે મંદિરો અને દુર્ગા પંડાલો પર હુમલાના કેસમાં પોલીસે ત્રણ એફઆઈઆર નોંધી છે. રાજધાની ઢાકામાં ત્રણ અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાં ચાર હજાર ઓળખાયેલા અને અજાણ્યા લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધી છે. આ ત્રણેય કેસમાં પોલીસે અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઢાકાના કુમિલ્લામાં સૌથી પહેલા દુર્ગા પંડાલમાં કુરાનના કથિત અપમાનના વિરોધમાં આ હિંસા ભડકી હતી. આ દરમિયાન નોઆખલીમાં બે હિંદુના મોત થઈ ગયા હતા. ઢાકામાં પણ જુમ્માની નમાજ પછી અનેક વિસ્તારોમાં હિંસા ભડકી હતી. આ ઘટનાઓમાં પલ્ટન, રમના અને ચાકબજાર પોલીસ મથકોમાં વિવિધ કેસ નોંધાયા હતા. તેમાં 40 આરોપીઓના નામ છે, જ્યારે ચાર હજાર જેટલા અજ્ઞાત છે. બંગાળ ઈમામ એસોસિયેશને બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંદુઓ પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, આ પ્રકારની હિંસામાં અમે પીડિતોની ભાવના સમજી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...