તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેસ ટ્રેશ ઓન અર્થ!:સ્પેસ સ્ટેશનથી 2.9 ટન કચરાનો નિકાલ કરાયો, 2થી 4 વર્ષમાં પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતા જ કચરો બળીને રાખ થશે, લોકોએ આના પર શંકા વ્યક્ત કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર સંદર્ભઃ નાસા - Divya Bhaskar
તસવીર સંદર્ભઃ નાસા
  • વિશાળ કચરાનો જથ્થો સ્પેસમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં વહેતો રહેશે
  • આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને જૂની બેટરીઓના જથ્થાનો નિકાલ કર્યો હતો

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)નું વજન ઘટાડવામાં આવ્યું છે. તેમાંથી આશરે 2.9 ટન કચરાનો નિકાલ કરાયો છે. આ કચરો જેમાં ફેંકવામાં આવ્યો છે, તેનો આકાર SUV જેવો નજરે પડી રહ્યો છે. કહેવામાં આવે છે કે, આ કચરો લાંબા સમય સુધી પૃથ્વીની કક્ષમાં ભ્રમણ કરતો રહેશે. અત્યારસુધી મોટાભાગે નાના પાયે કચરાનો નિકાલ સ્પેશ સ્ટેશન દ્વારા કરવામાં આવતો હતો, પરંતું આ વખતે તેમણે અત્યારસુધીનો સૌથી વિશાળ કચરાનો જથ્થો સ્પેસમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં વહેતો મૂક્યો છે. સ્પેસ સ્ટેશનમાં ઉપયોગમાં આવેલી જૂની બેટરીઓનો જથ્થો વધી જતા તેનો કચરા રૂપે નિકાલ કરાયો છે.

કચરોને સ્પેસમાં નિકાલ કરાયો
NASAના પ્રવક્તા લેહ ચેશીઅરે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ભાર હલકો થઈ ગયો છે. આ એક એવી પ્રયોગશાળા છે, જે ધરતીની પરિક્રમા લગાવી રહી છે. જેનું 2.9 ટન વજન ધરાવતી જુની બેટરીઓના જથ્થાને કારણે વજન વધી જવા પામ્યું હતું. તેથી કચરાનો નિકાલ કરાતા તેનું વજન ખાલી કરાયું હતું. આ કચરોને સ્પેસમાં નિકાલ કરાયો છે, જે પૃથ્વીની ભ્રમણ કક્ષમાં વર્ષો સુધી ચક્કર લગાવતું રહેશે.

કચરો વાયુમંડળમાં પ્રવેશ કરતાની સાથે રાખ થશે
NASAના અધિકારીઓએ ગત સપ્તાહમાં અપડેટ કર્યું હતું કે આ સ્પેસ જન્ક લગભગ 2થી 4 વર્ષોની અંદર પૃથ્વી પર પહોંચશે. નાસાએ જણાવ્યું હતું કે, આ કચરાથી પૃથ્વી પર કોઈએ ડરવાની જરૂર નથી. આ સ્પેસ જન્ક જેવું પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે તે જ સમયે બળીને રાખ થઈ જશે. જોકે નાસાએ આટલી ખાતરી આપવા છતા લોકોએ આ વાતને નકારી કાઢી હતી અને હજુ પણ આ વાતને લઈને તેઓ ભયભીત છે.

એસ્ટ્રોનોમર એન્ડ સાયન્સ રાઈટર ફિલ પ્લેટે તેનો ટ્વિટર પર લખ્યું હતું કે, આ કચરાનો જથ્થો વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે, જેથી અગર તે સમગ્રરીતે ધરતીની કક્ષામાં આવી પણ જશે, તો પણ કચરાની પૂર્ણરૂપે બળી જવાની સંભાવનાઓ ઓછી રહેલી છે. જેનો જવાબ આપતા એસ્ટ્રોનૉમર જોનાથન મેક ડોવેલે કહ્યું હતું કે, બીજી બીજુ 7500 કિલોનો તિયાંગગોંગ-1 છે, તે આનાથી પણ વધારે ભારે છે. પરંતું તેમણે પૂછ્યું હતું કે, EP-9(સ્પેસ જન્ક)નો જથ્થો તો ઘણો વધારે છે. શું આ ભય ઉત્પન્ન કરે તેવું નથી? આનાથી પૃથ્વીને કઈંક નુકસાન પહોંચશે તો નહીં ને?

તિયાંગગોંગ-1 ચીનનું પ્રથમ પ્રોટોટાઈપ સ્પેસ સ્ટેશન છે, જેને 2012 અને 2013માં એસ્ટ્રૉનૉટ ક્રુને હોસ્ટ કર્યું હતું. આનો આકાર સ્કૂલ બસ જેવો હતો, તે જ્યારે ધરતીની કક્ષામાં પાછું ફરતું હતું ત્યારે દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં ક્રેશ થઈ ગયું હતું.

એસ્ટ્રૉનૉટ્સ છેલ્લા 5 વર્ષથી કરતી હતી
Exposed paller-9ને ટૂંકમાં EP-9 કહેવાય છે. જેના છેલ્લા કેટલાક સમયમાંજ સ્પેસની બહાર નિકાળી દેવાયું હતું. EP-9ને ગત વર્ષે જાપાની H-2 પરિવહન યંત્રએ સ્પેસ સ્ટેશને મોકલ્યું હતું. ત્યારપછી સ્પેસ સ્ટેશનની જૂની નીકલ-હાઈડ્રોજન બેટરીને બદલવામાં આવી હતી. એસ્ટ્રૉનૉટ્સ આ કામને છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા હતા. કોરોના કાળમાં પણ અંતરિક્ષ યાત્રિઓએ આ કામને અંજામ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો