તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અફઘાનિસ્તાન:જલાલાબાદમાં આત્મઘાતી હુમલામાં 29ના જીવ ગયા, 18 કલાક ચાલેલી અથડામણમાં 3 આતંકવાદી મરાયા

કાબુલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અફઘાનિસ્તાનના જલાલાબાદની સેન્ટ્રલ જેલ પર થયેલા હુમલા સમયે તૈનાત સુરક્ષાદળના સૈનિકો
  • જેલમાંથી ફરાર તાલિબાન-ISના 700 આતંકવાદીઓને ફરીથી પકડી લેવામાં આવ્યા
  • આતંકવાદી ગ્રુપ ઇસ્લામિક સ્ટેટે કહ્યું- હુમલાનો હેતુ જેલના કેદીઓને ભગાડવાનો હતો

અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરની જેલમાં થયેલા આત્મઘાતી હુમલામાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે અને 50 ઘાયલ થયા છે. આ હુમલો જેલમાં બંધ સેંકડો IS આતંકવાદીઓને છોડાવવા માટે થયો હતો. લગભગ 18 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જેલ પર હુમલો કરનારા ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. ગવર્નરના પ્રવક્તા અત્તાઉલ્લાહ ખોગ્યાનીએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જેલની નજીકના શોપિંગ મોલને પણ કબજામાં લીધો હતો.

ખોગ્યાનીએ કહ્યું કે ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. જલાલાબાદમાં એક અફઘાન કમાન્ડોએ જણાવ્યું હતું કે, હુમલાખોરોની સંખ્યા વીસથી વધુ હતી. જેલમાંથી ભાગી ગયેલા 700 કેદીઓને ફરીથી પકડી લેવામાં આવ્યા છે. જેલમાં 1,500થી વધુ કેદીઓ છે. તેમાંથી મોટાભાગના તાલિબાન અને ISના આતંકવાદી છે.

રવિવારે સાંજે હુમલાની શરૂઆત થઇ
ટોલો ન્યૂઝ અનુસાર, રવિવારે સાંજે 6.44 વાગ્યે એક આત્મઘાતી હુમલાખોરે જેલના પ્રવેશ દ્વાર પર કારમાં ધડાકો કર્યો હતો. અહેવાલ મુજબ આતંકવાદીઓ જેલના ઉપરના માળે પ્રવેશ્યા હતા. આ પછી ફાયરિંગના અવાજ પણ સંભળાયા. નંગરહાર પ્રાંતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું- હુમલાખોરોએ જેલની નજીકના બજારમાં પોઝિશન લઇ રાખી હતી. આ સમય દરમિયાન તેણે સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો.

વારંવાર થઇ રહ્યા છે આત્મઘાતી હુમલા
અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નંગરહારમાં આવા હુમલાઓ સતત ચાલુ છે. મોટાભાગના હુમલાની જવાબદારી ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ IS લે છે. બીજી તરફ તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ન્યૂઝ એજન્સી AFPને કહ્યું- અમે આ હુમલો કર્યો નથી. અમારા મુજાહિદ્દીનને હજી સુધી આવા હુમલા કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો