તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની દુર્દશાનો ખુલાસો કરતો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં કહેવાયું છે કે દેશમાં હિન્દુ ધર્મના મુખ્ય સ્થળોની હાલત નિરાશાજનક છે. તેમાંથી લગભગ 287 એવા છે જે ભૂ-માફિયાઓના નિશાને છે. પાકિસ્તાનના અખબાર ડૉન ન્યૂઝના અહેવાલ અનુસાર સુપ્રીમકોર્ટે આ મામલે પંચની રચના કરી હતી. તેના અધ્યક્ષ ડૉ. શોએબ સુડલ હતા. તેમણે 5 ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તે મુજબ 6-7 જાન્યુઆરીએ પંચે ક્રમશ: ચકવાલમાં કટાસ રાજ તથા મુલતાનમાં ચકવાલ અને પ્રહલાદ મંદિરની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાનના આ સૌથી વધુ માન્યતાવાળા લઘુમતી ધર્મસ્થળોમાંથી 2ની બદહાલ તસવીરો સામે આવી હતી. પંચે નોંધ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ ધાર્મિક સ્થળોની દેખરેખ કરનારા એવેક્યૂ ટ્રસ્ટ પોપર્ટી બોર્ડ(ઇટીપીબી)એ 365માંથી ફક્ત 13 મંદિરોનું મેનેજમેન્ટ પોતાની પાસે રાખ્યું હતું. જોકે 65 મંદિરોની દેખરેખની જવાબદારી હિન્દુ સમુદાય પર છોડી દેવાઈ. બાકી ઉપેક્ષિત છે.
પંચે બે મહત્ત્વના સૂચન કર્યા છે. કહ્યું છે કે લઘુમતી સમુદાયના પવિત્ર ધાર્મિક સ્થળોના પુનરોદ્ધાર માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવે. બીજું ખૈબર પખ્તુનખા પ્રાંતમાં નિર્જન મંદિર અથવા સમાધિના જીર્ણોદ્ધાર કરવા માટે ઈટીપીબીને નિર્દેશ આપવામાં આવે. આ સ્થળ પર 1997માં એક મુસ્લિમ ધર્મગુરુ દ્વારા જબરદસ્તીથી કબજો કરી તેનો નષ્ટ કરાયો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.