ભાસ્કર અપડેટ્સ:ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં મુસાફરો ભરેલી બસ પલટી, 27ના મોત, 20 ઘાયલ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનના ગુઈઝોઉ પ્રાંતમાં રવિવારે બસ પલટાઈ જતા 27 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસે આ દુર્ઘટનાની જાણકારી આપી છે. બસમાં કુલ 47 લોકો સવાર હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. પ્રાંતીય રાજધાની ગુઇયાંગથી લગભગ 170 કિમી દક્ષિણપૂર્વમાં સેન્ડુ કાઉન્ટીમાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો.

PFI કેસમાં NIAના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં દરોડા, મુખ્ય આરોપી શાદુલ્લાના ઘરે સર્ચ ચાલુ

પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કેસમાં એનઆઈએએ રવિવારે કુર્નૂલ, નેલ્લોર, કડપા, આંધ્રપ્રદેશના ગુંટૂર અને તેલંગાણાના નિઝામાબાદમાં દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ આ કેસના મુખ્ય આરોપી શેખ શાદુલ્લાના ઘરની તપાસ કરવામાં આવી રહી છે.

6 જુલાઈએ તેલંગાણાના નિઝામાબાદમાં પોલીસે શેખ, મોહમ્મદ ઈમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબિનની આ કેસમાં ધરપકડ કરી હતી. આ ત્રણેય PFIના કાર્યકર્તા છે. ધાર્મિક દુશ્મનાવટ અને જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે તેઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ-UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ચીનમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો, 2 દિવસ પહેલા વિદેશથી આવ્યો હતો

ચીનના ચોંગકિંગ શહેરમાં એક વ્યક્તિ મંકીપોક્સ સંક્રમિત થયો છે. શુક્રવારે સંક્રમિત વ્યક્તિ વિદેશથી આવ્યો હતો. ચીનમાં મંકીપોક્સનો આ પહેલો કેસ છે. દર્દીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.

MONKEYPOXMETER.COMના ડેટા અનુસાર, દુનિયામાં મંકીપોક્સના કેસની સંખ્યા 61 હજારથી વધારે થઈ ગઈ છે. આ બિમારી હાલ 108 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ બિમારીથી અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. ભારતમાં મંકીપોક્સના 10 હજાર દર્દીઓ સામે આવ્યા છે, જેમાંથી 1ની મોત થઈ છે. WHOએ આને પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...