તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાબુલ પર રોકેટ હુમલો:અફઘાનિસ્તાનના કાબુલમાં 23 મોર્ટાર છોડવામાં આવ્યા, 8 લોકોના મૃત્યુ, 31 ઈજાગ્રસ્ત

કાબુલ4 દિવસ પહેલા

અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં શનિવારે સવારે અનેક વિસ્તારોમાં 23 મોર્ટાર શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 31 લોકોને ઈજા પહોંચી છે. આ મોર્ટાર બે કારમાંથી છોડવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મોર્ટાર કાબુલના વજીર અકબર ખાન અને શેર-એ-નો એરિયા, ગુલ-એ-સુર્ખ, સ્પાઈજર રોડ, નેશનલ આર્કાઈવ રોડ, લૈજી મરિયમ માર્કેટ અને પંજ્સાદ એરિયામાં છોડવામાં આવ્યા હત. રોકેટ હુમલા અગાઉ ચેહલ સુતૂન અને અજાન કીમત એરિયામાં બે વિસ્ફોટ પણ થયા હતા. ઈજાગ્રસ્તોને શેર-એ-નો એરિયામાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાલિબાને કહ્યું છે કે હુમલો તેમના દ્વારા કરવામાં આવ્યો નથી. વજીર અકબર ખાન વિસ્તારમાં ડિપ્લોમેટિક મિશન છે.

શાંતિ માટે તાલિબાન સાથે વાતચીત ચાલી રહી છે
બીજી બાજુ કતારમાં અમેરિકા, અફઘાનિસ્તાન સરકાર તથા તાલિબાન વચ્ચે વાતચીત યોજાઈ રહી છે. જોકે, હજુ સુધી આ મંત્રણાને લઈ કોઈ નક્કર નિર્ણય લઈ શકાયો નથી. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આશા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં હિંસામાં ઘટાડો આવશે. છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાન તરફથી કરવામાં આવતા હુમલામાં ઘટાડો થયો છે. તાજેતરમાં જ જે હુમલા કરવામાં આવ્યા તે IS તરફથી કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો