• Gujarati News
  • International
  • 22 year old Indian Medical Student Dies In China; Chinese Citizen Commits Suicide Due To Fear Of Corona, VIDEO Goes Viral

દુનિયામાં કોરોના:ચીનમાં 22 વર્ષીય ભારતીય મેડિકલ સ્ટુડન્ટનું મોત; કોરોનાથી ડરીને ચીની નાગરિકની આત્મહત્યા, VIDEO વાઇરલ

એક મહિનો પહેલા

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગની છત પરથી આત્મહત્યા કરતી જોઈ શકાય છે. ઝેંગનો દાવો છે કે ચીનમાં લોકો કોરોનાથી ડરીને આત્મહત્યા કરી રહ્યા છે.
ચીનમાં 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત

તામિલનાડુનો અબ્દુલ શેખ ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરતો હતો.
તામિલનાડુનો અબ્દુલ શેખ ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરતો હતો.

તામિલનાડુના રહેવાસી અબ્દુલ શેખનું ચીનમાં મૃત્યુ થયું છે. તેની ઉંમર 22 વર્ષની હતી. મૃત્યુનું કારણ કોઈ રોગ હોવાનું કહેવાય છે, જોકે રોગનું નામ સ્પષ્ટ રીતે લેવામાં આવ્યું નથી. પરિવારે અબ્દુલના મૃતદેહને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદ માગી છે. અબ્દુલ છેલ્લાં પાંચ વર્ષથી ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. તે 11 ડિસેમ્બરે ભારત આવ્યો હતો, પરંતુ તેની ઈન્ટર્નશિપ માટે ચીનમાં કિકિહાર પાછો ગયો હતો. ઈન્ડિયા ટુડે અનુસાર, અબ્દુલે ત્યાં 8 દિવસનો આઈસોલેશન પિરિયડ પણ પૂરો કર્યો હતો. બીમાર પડ્યા બાદ અબ્દુલને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.
13 દેશે ચીનથી આવનારા પ્રવાસીઓ પર નિયંત્રણો લાદ્યા

યુકે-ફ્રાન્સમાં પણ ચીનથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે.
યુકે-ફ્રાન્સમાં પણ ચીનથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે.

અત્યારસુધીમાં 13 દેશે ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, યુકે, સ્પેન, યુએસએ, તાઇવાન, જાપાન, ભારત, ઇટાલી, દક્ષિણ કોરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આમાંના મોટા ભાગના દેશોમાં ચીનના પ્રવાસીઓએ કોરોનાના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવા પડશે. મોરોક્કોએ 3જી જાન્યુઆરીથી ચીનથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓ કોઈપણ દેશના હોઈ શકે છે.
નવા વર્ષે ચીનના લોકો કોરોનાને ભૂલી ગયા

કોરોનાના ખતરા વચ્ચે નવા વર્ષ પર ચીનના વુહાનમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ હતી.
કોરોનાના ખતરા વચ્ચે નવા વર્ષ પર ચીનના વુહાનમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ હતી.

કોરોનાથી પીડિત ચીનમાં પણ લોકોએ નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી. બીજિંગ અને વુહાનમાં મધ્યરાત્રિએ લાખો લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં. આ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશવાસીઓને કહ્યું- ચીનમાં કોરોના સામેની લડાઈ નવા તબક્કામાં પ્રવેશી છે. મોટા પડકારોની સાથે સાથે આપણી સામે આશાનું કિરણ પણ છે.

હોંગકોંગ: 8 જાન્યુઆરીથી ચીન સાથેની સરહદ ખોલશે
હોંગકોંગ 8 જાન્યુઆરીથી ચીન સાથેની સરહદ ખોલશે. આ સાથે મુસાફરો માટે ફરજિયાત ક્વોરન્ટીન પણ નાબૂદ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે યોજનાના પ્રથમ તબક્કામાં ક્વોટા નક્કી કરવામાં આવશે. આ અંતર્ગત નક્કી કરવામાં આવશે કે કોણ મુસાફરી કરી શકે છે. આ પછી બોર્ડર સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે.

વિશ્વમાં 66 કરોડ 49 લાખથી વધુ કેસ છે
કોરોના વર્લ્ડોમીટર મુજબ, વિશ્વમાં અત્યારસુધીમાં 66 કરોડ 49 લાખ 95 હજાર 403 કેસ નોંધાયા છે. 11 જાન્યુઆરી 2020 ના રોજ, ચીનના વુહાનમાં એક 61 વર્ષીય વ્યક્તિનું અવસાન થયું. વિશ્વમાં કોવિડના કારણે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી મૃત્યુની પ્રક્રિયા વધવા લાગી. અત્યારસુધીમાં 66 લાખ 97 હજાર 402 લોકોનાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...