નેધરલેન્ડ્સ:22 ટેડી બિયરે 1085 મીટર લાંબા રોલર કોસ્ટરની મજા માણી, થીમ પાર્કે મુલાકાતીઓ માટે વીડિયો શેર કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 લોકડાઉન બાદ છૂટ મળતા લોકો તેમની મનપસંદ જગ્યાએ જઈને સમય પસાર કરી રહ્યા છે. નેધરલેન્ડ્સમાં આવેલા ‘વલિબી હોલેન્ડ’ ડચ થીમ પાર્ક 25 મેથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પાર્કમાં હાલ ભીડ ના થાય એટલે લિમિટેડ સંખ્યામાં લોકોને જ જવાની પરવાનગી આપી છે. 

લોકડાઉન બાદ પાર્કે એક જોરદાર રોલર-કોસ્ટર રાઈડનો વીડિયો શેર કર્યો  શેર કર્યો છે, આ વીડિયો લોકોને એટલા માટે પસંદ આવી રહ્યો છે કારણકે તેમાં માણસો નહિ પણ ટેડી બિયર બેઠેલા છે. 22 ટેડી બિયર રોલર કોસ્ટરની મજા લઇ રહ્યા છે. પાર્કે આ રાઈડ શરુ થઇ ગઈ છે તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ વીડિયો શેર કરીને માહિતી આપી હતી. વેબસાઈટ પર લખ્યું છે કે, 1085 મીટરનો ટ્રેક રોલર કોસ્ટરમાં છે અને તેની સ્પીડ 92 કિમી પ્રતિ કલાકની છે. તમે આ સ્પીડમાં 5 વખત નીચે અને 14 વખત હવામાં ઉડતા હોવ તેનો અનુભવ કરી શકો છો. આ રાઈડ મુલાકાતીઓ માટે ફરીથી તૈયાર થઇ ગઈ છે.  

અન્ય સમાચારો પણ છે...