• Gujarati News
  • International
  • 21 Lakh 89 Thousand New Cases In 24 Hours, More Than 20 Lakh Cases Were Received Every Day; The Situation In America Is Serious

કોરોના દુનિયામાં:24 કલાકમાં 21.89 લાખ નવા કેસ; સાયપ્રસમાં કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન મળ્યો, આ ડેલ્ટા અને ઓમિક્રોનનું કોમ્બિનેશન

11 દિવસ પહેલા

વિશ્વ હજુ ઓમિક્રોનનો સામનો કરી રહી છે ત્યાં કોરોનાનો વધુ એક અને નવો વેરિયન્ટ સામે આવ્યો છે.સાયપ્રસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમના દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. જેમાં ડેલ્ટા અને ઓમિક્રોનના લક્ષણ જોવા મળે છે. બંને વેરિયન્ટના લક્ષણ હોવાથી તેને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે.

સાયપ્રસ યુનિવર્સિટીમાં બાયોટેક્નોલોજી અને મોલીક્યૂલર વાયરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર લિયોનદિયોસે કહ્યું- હાલ અમારી સામે ઓમિક્રોન અને ડેલ્ટાના દર્દી હતા. પરંતુ અમને કેટલાંક પેશન્ટ્સમાં આ બંને વેરિયન્ટ્સના લક્ષણ જોવા મળ્યા છે. તેથી તેને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે. અમારી ટીમે આ પ્રકારના 25 કેસ સ્ટડી કર્યા છે. જે લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત પડી છે.

ચીનના હેનાન પ્રાંતની રાજધાનીમાં રેકોર્ડ 1.26 કરોડ લોકોને કોવિડ ટેસ્ટ કર્યા હોવાનો દાવો કરાયો છે. દાવા મુજબ અહીંથી ઝેંગ્ઝો શહેરમાં 6 કલાકમાં 1 કરોડ 26 લાખ લોકોના કોવિડ ટેસ્ટ કરાયા. ચીની મીડિયાના રિપોર્ટમાં પણ દર સેકન્ડે 583 લોકોના ટેસ્ટ એટલે કે દર કલાકે લગભગ 21 લાખ લોકોના કોવિડ ડેસ્ટ કરાયા હોવાની જાણકારી આપવામાં આવી છે.

વિશ્વમાં કોરોના સંક્રમણની ગતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 21 લાખ 89 હજાર નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. અમેરિકામાં ફરી સૌથી વધુ 4 લાખ 68 હજાર, ફ્રાંસમાં 3 લાખ 03 હજાર, ઈટાલીમાં 1 લાખ 97 હજાર, ભારતમાં 1 લાખ 47 હજાર, યુકેમાં 1 લાખ 46 હજાર, ઓસ્ટ્રેલિયામાં 1 લાખ 15 હજાર અને આર્જેન્ટીનામાં 1 લાખ 01 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4,771 લોકોનાં મોત થયાં છે. એ જ સમયે સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક 55 લાખને વટાવી ગયો છે.

દુનિયામાં અત્યારસુધીની સ્થિતિ

  • કુલ સંક્રમિતઃ 30.59 કરોડ
  • સાજા થયાઃ 25.89 કરોડ
  • એક્ટિવ કેસ: 4.15 કરોડ
  • કુલ મૃત્યુઃ 55.02 લાખ

કોરોનાની બેફામ ગતિને લઈને એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોનાના દૈનિક આંકડા સરેરાશ 20 લાખ કરતાં વધુ નોંધાયા છે.

AFPના ડેટા અનુસાર, જાન્યુઆરી 1થી 7 વચ્ચે દરરોજ સરેરાશ 21,06,118 કેસ નોંધાયા હતા. અગાઉ, 23થી 29 ડિસેમ્બરના અઠવાડિયામાં, દરરોજ સરેરાશ 10 લાખ નવા કોરોના કેસ મળી રહ્યા હતા. લગભગ 10 દિવસમાં કેસ બમણા થઈ ગયા છે, જેના કારણે કોરોનાની ખૂબ જ ડરામણી ઝડપ જોવા મળી રહી છે.

નવેમ્બરના છેલ્લા દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યા બાદ કોરોનાના નવા કેસોમાં 270%નો વધારો થયો છે.

નેપાળની તમામ સ્કૂલ અને કોલેજ 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે
નેપાળ સરકારે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપના કોવિડ-19ને જોતા કડક પ્રતિબંધો લગાવી દીધા છે. હવે કોઈ પણ સરકારી ઓફિસ, હોટલ, સિનેમા, સ્ટેડિયમ અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં જતા પહેલા વેક્સિનેશન કાર્ડ દેખાડવું જરૂરી રહેશે. આ ઉપરાંત કોઈ પણ આયોજનમાં 25થી વધુ લોકો એકઠાં નહીં થઈ શકે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 24 કેસ આવ્યા છે. મામલામાં ગતિ જોતા તમામ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ 29 જાન્યુઆરી સુધી બંધ કરી દીધા છે. સરકારે કહ્યું છે કે 29 જાન્યુઆરી પહેલાના કેસની સમીક્ષા કરવામાં આવશે જે બાદ નક્કી કરાશે કે શિક્ષણ સંસ્થાઓને ખોલવામાં આવે કે નહીં.

મોતના કેસોમાં રાહત
કોરોનાના કેસોમાં વધારો થવા છતાં વિશ્વમાં સંક્રમણને કારણે મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો છે. 1થી 7 જાન્યુઆરી વચ્ચેના સાત દિવસમાં સરેરાશ 6,237 લોકોનાં મોત થયાં છે. ઓક્ટોબર 2020 પછી આ સૌથી નીચો આંકડો છે.

જોકે કેટલાક પ્રારંભિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ઓછો ઘાતક અને સંક્રમણ માટે ઓછો જોખમી છે. નિષ્ણાતો માને છે કે ઓમિક્રોનને કારણે મોટી સંખ્યામાં કેસ આરોગ્ય પ્રણાલી પર બોજ પડશે.

બ્રિટનમાં નિષ્ણાતો ચોથા ડોઝના સમર્થનમાં નથી
બ્રિટનના નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં વૃદ્ધો માટે ચોથા ડોઝની જરૂર નથી. તેઓ કહે છે કે બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સહિત કોરોનાના તમામ પ્રકારો સામે લડવામાં સક્ષમ છે, તેથી હવે ચોથા ડોઝની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...