• Gujarati News
  • International
  • A Joint Statement Of 21 Countries Said That Women's Rights Have Been Protected For 20 Years And The New Government Will Also Guarantee Its Protection

વિશ્વને અફઘાન મહિલાઓની ચિંતા:21 દેશોનું સંયુક્ત નિવેદન-20 વર્ષથી મહિલાઓના અધિકારો સુરક્ષિત રહ્યા, નવી સરકાર પણ તેને આગળ જાળવવાની ખાતરી આપે

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
(પ્રતિકાત્મક તસવીર)
  • નિવેદન આપનાર દેશોમાં અમેરિકા અને બ્રિટન ઉપરાંત અલ્બાનિયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચિલી, કોલંબિયા અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિશ્વમાં સૌથી વધારે જો કોઈની ચિંતા થઈ રહી હોય તો તે મહિલાઓ અને છોકરીઓની છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન સહિત 21 દેશોએ અફઘાનિસ્તાનમાં મહિલા સુરક્ષા અંગે ખાતરી માગી છે.

આ દેશોએ એક સંયુક્ત નિવેદન આપી કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં મહિલાઓ અને દીકરીઓના અધિકારોની સુરક્ષા કરવામાં આવી છે, તેમને શિક્ષણ અને રોજગારીની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. હવે આ મુદ્દે ચોક્કસપણે ખાતરી મળવી જોઈએ કે નવી સરકાર આ સ્વતંત્રતાને યથાવત રાખશે.

મહિલાઓ માટે ચિંતા
21 દેશો તરફતી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ અંગે વિશેષ ચિંતિત છીએ. જેઓ વર્તમાન સમયમાં સત્તામાં છે તેમણે મહિલાઓ અને છોકરીઓને શિક્ષણ અને રોજગારી મુદ્દે સ્વતંત્રતા આપવી પડશે. અમે આ મુદ્દે ત્યાંની નવી સરકાર પાસેથી ખાતરી ઈચ્છીએ છીએ.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ અને છોકરીઓના અધિકારોનું રક્ષણ કરવની બાબતમાં અમે માનવીય આધાર પર મદદ કરવા માટે તૈયાર છીએ. નવી સરકારે એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે અમે આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. 20 વર્ષમાં જે અધિકારો મહિલાઓને આપવામાં આવ્યા છે તે જીવનનો સૌથી મહત્વનો હિસ્સો છે.

આ દેશ પણ સામેલ છે
આ નિવેદનનો પ્રત્યક્ષ અર્થ એ છે કે પશ્ચિમી દેશો તાલિબાન પર મહિલા અધિકારોના મુદ્દે દબાણ બનાવવા ઈચ્છે છે. વિશ્વના મોટાભાગના દેશો એ મુદ્દે ચિંતિત છે કે તાલિબાન અગાઉની જેમ મહિલાઓ પર અત્યાચારો ન કરે અને તેમને ઘરોમાં કેદ કરીને રાખવામાં ન આવે.

જે દેશો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમા અમેરિકા અને બ્રિટન ઉપરાંત અલ્બાનિયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચિલી, કોલંબિયા અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક નાના દેશોનો સમાવેશ થાય છે.

યુરોપિયન યુનિયન પણ અમેરિકાની સાથે
આ નિવેદન અંગે યુરોપિયન યુનિયનના મોટાભાગના દેશોએ હસ્તાક્ષર કર્યાં છે. તાલિબાને 15મી ઓગસ્ટના રોજ કાબૂલ પર કબજો કર્યો હતો. અત્યારે તેમની સ્થિતિ સ્પષ્ટપણે આકાર લઈ શકી નથી. આ સંજોગોમાં પશ્ચિમના દેશો અત્યારથી જ દબાણ બનાવવાનું શરૂ કરી દીધુ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ અને બાળકો ઉપરાંત તમામ અફઘાન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે તમામ અફઘાન નાગરિકોનું સન્માન અને સુરક્ષા મળવી જોઈએ. કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવા જોઈએ નહીં. વિશ્વના દેશ આ મુદ્દે માનવીય આધાર પર સહાયતા આપવા માટે તૈયાર છે.