તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વર્લ્ડ LIVE:17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

ન્યૂયોર્ક7 મહિનો પહેલા
રોમાનિયાના અવરામ લૈંકૂ એરપોર્ટ પર જર્મની જવા માટે પહોંચ્યા યાત્રીઓ.
  • એશિયામાં ચીન (81, 953) પછી સંક્ર્મણના સૌથી વધુ 68 હજાર 192 કેસ ઈરાનમાં છે
  • બ્રાઝીલમાં ત્રણ એપ્રિલે મોતનો આંકડો 359 હતો, જે 11 એપ્રિલે 1,074 થઇ ગયો
  • બ્રિટનમાં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ
  • અમેરિકામાં 18747 લોકોએ અને ઈટાલીમાં 18849 લોકોએ જીવ ગુમાવ્યો
  • ભારતીય મૂળના 40 લોકોના અમેરિકામાં મોત અને 1500થી વધારે પોઝિટિવ

વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજારથી વધુ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. યુરોપમાં 8.50 લાખ કેસ નોંધાયા છે અને 70 હજાર લોકોના મોત થયા છે. બ્રિટિશ અખબાર ગાર્જિયન અનુસાર, સ્પેનમાં 23 માર્ચ પછી શુક્રવારે સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યા હતો. બીજીતરફ, એશિયામાં 10 હજાર 235 લોકોના મોત તેમા સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર લોકોના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, લોકડાઉન સમાપ્ત કરવા દુનિયાભરના દેશોએ ઉતાવળ ન કરવી જોઈએ. તેનાથી વધુ લોકોના મોત થઇ શકે છે.

બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ અને બ્રિટનમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 9 હજાર થયો છે. મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 18 હજાર 747 થયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 510 લોકોના મોત થયા છે.

બ્રિટનની રોયલ લિવરપુલ યુનિવર્સિટી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો તાળીઓ પાડી આભાર વ્યક્ત કરાયો
બ્રિટનની રોયલ લિવરપુલ યુનિવર્સિટી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો તાળીઓ પાડી આભાર વ્યક્ત કરાયો

ટ્રમ્પે કહ્યું કે કોરોનાને રોકવા માટે લગાવવા આવેલા પ્રતિબંધોમાં છૂટનો નિર્ણય કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરાશે. અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં એકપણ મોત થયું નથી. અહીં 253 પોઝિટિવ કેસ છે. અમેરિકાએ કહ્યું છે કે જે દેશોએ કોરોના મહામારી વચ્ચે પોતાના નાગરિકોને સ્વદેશ બોલાવવાનો ઈનકાર કર્યો છે તે દેશો પર વિઝા પ્રતિબંધ લગાવવામાં આવશે. 

અમેરિકાના વિસકોન્સિન સ્ટેટના મિલ્વોકી શહેરમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી.
અમેરિકાના વિસકોન્સિન સ્ટેટના મિલ્વોકી શહેરમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી.

ન્યૂયોર્કમાં 24 કલાકમાં 777ના મોત
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ 1.77 લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 7 હજાર 844 થઈ ગયો છે.

ઈટાલીના વેટિકન સ્થિત સેન્ટ પિટર ક્વેર. સરકારે અહીં ત્રણ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.
ઈટાલીના વેટિકન સ્થિત સેન્ટ પિટર ક્વેર. સરકારે અહીં ત્રણ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.

ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત
ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત
સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યુ હતું કે બ્રાઝીલમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો એક સપ્તાહમાં ત્રણ ગણો થયો છે.ત્રણ એપ્રિલે 359 મૃત્યુઆંક હતો.10 એપ્રિલે આ આંકડો 1056 થઈ ગયો. બ્રાઝીલમાં 20 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1074 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.
ફ્રાન્સમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યો
ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.25 લાખ અને મૃત્યુઆંક 13 હજાર 197 થઈ ગયો છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.

બ્રિટનમાં 102 વર્ષની વૃદ્ધા સાજી થઈ
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનમાં 73 હજાર 758 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 હજાર 958 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 244 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા 102 વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી.  બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

લંડનના સુપરમાર્કેટમાં જઈ રહેલા લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરી રહ્યા છે.
લંડનના સુપરમાર્કેટમાં જઈ રહેલા લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરી રહ્યા છે.

કયા દેશની આજે શું સ્થિતિ છે તે ઓઈએ

દેશકેસ મોત
અમેરિકા502,87618,747
સ્પેન158,27316,081
ઈટાલી147,57718,849
ફ્રાન્સ124,86913,197
જર્મની122,1712,736
ચીન81,9533,339
બ્રિટન73,7588,958
ઈરાન68,1924,232
તુર્કી47,0291,006
બેલ્જિયમ26,6673,019
સ્વિત્ઝરલેન્ડ24,5511,002
નેધરલેન્ડ23,0972,511
કેનેડા22,148569
બ્રાઝીલ19,9431,074
પોર્ટુગલ15,472435
ઓસ્ટ્રિયા13,560319
રશિયા11,91794
દ.કોરિયા10,450208
ઈઝરાયલ10,40895
સ્વિડન9,685870
આયરલેન્ડ8,089287
ભારત7,600249
ચીલી6,50165
નોર્વે6,314113
ઓસ્ટ્રેલિયા6,23854

અપડેટ્સ
>> ચીનમાં કોરોનાના 46 નવા કેસ અને ત્રણ મોત નોંધાયા છે, ચીનમાં હાલ એક્ટિવ કેસ માત્ર 1089 છે.
>>તુર્કીએ 31 શહેરોમાં 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી કરી છે. અહીં 47 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
>>ભારતીય મૂળના 40 લોકોના અમેરિકામાં મોત થયા છે અને 1500થી વધારે પોઝિટિવ છે.

>>પાકિસ્તાનમાં 24 કલાકમાં નવ 190 કેસ નોંધાયા; અહીં કુલ કેસ 4788 અને મૃત્યુઆંક 71 છે.

>>ભારતમાંથી 30 લાખ પેરાસીટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે.

>> અફઘાનીસ્તાના રાષ્ટ્રપતિ પેલેસમાં 20 કર્મચારી કોરોના વાઈરસનો ભોગ બન્યા છે.

>> ભારતમાંથી 30 લાખ પેરાસીટામોલના પેકેટ રવિવારે બ્રિટન પહોંચશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો