તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 200 Scholars Wrote A Letter To US President Joe Biden Warning That A Crisis Was Looming Over Free And Fair Elections.

ભાસ્કર ખાસ:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને 200 વિદ્વાનોએ પત્ર લખી ને ચેતવ્યાં કે સ્વતંત્ર, નિષ્પક્ષ ચૂંટણી પર સંકટ તોળાઈ રહ્યું છે

વોશિંગ્ટન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રમ્પના સમર્થન ધરાવતાં રાજ્યોમાં અયોગ્ય નિયમો, ડેમોક્રેટ્સ ચિંતિત

અમેરિકન પ્રમુખ જો બાઈડેનને 200 વિદ્વાનોએ પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે કે, અનેક રાજ્યોમાં રાજકીય સિસ્ટમમાં ફેરફાર કરાઈ રહ્યો છે. અહીં નિયમો બદલાઈ રહ્યા છે. આ નિયમો સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની પાયાની શરતોને પૂરા નથી કરતા.

બાઈડેન માટે આ પત્ર પડકાર મનાઈ રહ્યો છે કારણ કે, તેઓ ચૂંટણી પ્રચાર વખતે કહેતા હતા કે, અમેરિકામાં ફરી સારી રીતે લોકતંત્રની વાપસી થશે. કેટલાક વિશ્લેષણના આધારે એ સમજાઈ રહ્યું છે કે, આ પત્ર કેમ લખાયો છે. જેમ કે, ડેમોક્રેટ નેતા મતદાર ઓળખ અને ડાક મતપત્રકોના નિયમોમાં ફેરફારની ચિંતા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ બદલાયેલા નિયમોના કારણે કેટલાક દક્ષિણના રાજ્યોમાં ફક્ત 2% આફ્રિકન અમેરિકન જ મત આપવા રજિસ્ટ્રેશન કરાવી શક્યા હતા. બીજી તરફ, એરિઝોનના એક જનપ્રતિનિધિએ એક બિલ રજૂ કર્યું છે.

આ બિલ કાયદો બની ગયું, તો પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પલટાઈ શકે છે. આ સાથે રાજ્યોને પણ ચૂંટણી પર દેખરેખ રાખવાનો અધિકાર મળી શકે છે. જ્યોર્જિયાની રાજ્ય વિધાનસભા બોર્ડો કાઉન્ટીનું નેતૃત્વ પોતાના હાથમાં લેવાની તૈયારી કરી રહી છે. ટેક્સાસ પણ એક બિલ રજૂ કરવાનો વિચાર કરી રહ્યું છે. તેમાં એવી જોગવાઈ છે, જેનાથી ચૂંટણી અધિકારીઓ પર કેસ કરવો સરળ થઈ જશે. આ તમામ રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે. બીજી તરફ, એક વર્ગ એવું પણ કહે છે કે, રાજ્યોમાં નિયમોમાં ફેરફારની તૈયારી પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ છે. તેઓ જનપ્રતિનિધિઓને ભડકાવી રહ્યા છે.

ત્રણમાંથી બે રિપબ્લિકન માને છે, બાઈડેન જીત્યા નથી
રિપબ્લિકન સમર્થકોનો એક વર્ગ ટ્રમ્પમાં ખૂબ વિશ્વાસ કરે છે. ત્રણમાંથી બે રિપબ્લિકન માને છે કે, પ્રમુખપદની ચૂંટણી બાઈડેન જીત્યા જ નથી. 50% રિપબ્લિકન મતદારો માને છે કે, ચૂંટણીના પરિણામો બદલી નાંખવા જોઈતા હતા. અનેક રિપબ્લિકન મતદારો બંધારણ અને પાર્ટી પ્રત્યે વફાદારીની દુવિધામાં છે. કેટલાક રિપબ્લિકન સમર્થકો માને છે કે, કેપિટલ હિલની ઘેરાબંધી જરૂરી છે. આ સ્થિતિમાં ચૂપ રહેવું ઠીક નથી.

અન્ય સમાચારો પણ છે...