કાબુલમાં રશિયાની એમ્બેસીની બહાર ફિદાયીન હુમલો:2 રશિયન ડિપ્લોમેટ્સ સહિત 20ના મોત; 6 વર્ષ પહેલા પણ આ જ જગ્યાએ હુમલો થયો હતો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના દારુલ અમન વિસ્તારમાં રશિયન એમ્બેસીની બહાર ફિદાયીન હુમલો થયો હતો. સોમવારે થયેલા આ બ્લાસ્ટમાં 2 રશિયન અધિકારીઓ સહિત 20 લોકોના મોત થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક સુસાઈડ બોમ્બરે રશિયન દુતાવાસની બહાર પોતાની જાતને ઉડાવી દીધો હતો. ધડાકા દરમિયાન અમુક અફઘાની નાગરીક વીઝા બનાવવા માચે ત્યાં હાજર હતા. સુરક્ષા અધિકારીઓએ હાલ આ ઘટના ઉપર કોઈ નિવેદન આપ્યુ નથી.

એમ્બેસીની બહાર ફરી રહ્યો હતો સંદિગ્ધ
એમ્બેસીમાં તૈનાત એક ગાર્ડે કહ્યુ હતુ કે 'એક સંદિગ્ધ રશિયન દુતાવાસની બહાર ફરી રહ્યો હતો. તે ગેટ પાસે આવ્યો હતો. અમે તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ તે રોકાયો નહતો. જેતાં કારણે અને તેના ઉપર ફાયરીંગ કર્યુ હતુ. તે ઘાયલ થઈ ગયો હતો, અને પછી તેણે તરત જ પોતાની જાતને ઉડાવી દીધો હતો.

2016માં પણ થયો હતો હુમલો
વર્ષ 2016માં અફઘાનિસ્તા સ્થિત રશિયન દુતાવાસની નજીક બ્લાસ્ટ થયો હતો. તે બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.