અમેરિકામાં ઘરમાં આગ, 8નાં મોત:6 બાળક સહિત 2 શંકાસ્પદ મૃત્યુ પામ્યાં, પોલીસને હત્યાની આશંકા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં ઓક્લાહોમાના એક ઘરમાં આગ લાગવાથી 8 લોકોનાં મોત થયાં છે, જેમાં 6 બાળક અને બે શંકાસ્પદ લોકોનો સમાવેશ થાય છે. બાળકોની ઉંમર 1થી 13 વર્ષની વચ્ચે છે. બ્રોકન એરો પોલીસના જણાવ્યા અનુસાર, આગ ગુરુવારે સાંજે 4 વાગ્યે લાગી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્ળે પહોંચી હતી, પરંતુ આગ એટલી બઘી ફેલાઈ ગઈ હતી કે કોઈનો પણ જીવ બચાવી શકાયો નહોતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાછળનું કારણ બહાર આવ્યું નથી, હત્યા અથવા આત્મહત્યાનો કેસ હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાછળનું કારણ બહાર આવ્યું નથી, હત્યા અથવા આત્મહત્યાનો કેસ હોઈ શકે છે.

મેડિકલ રિપોર્ટ પછી ખુલાસો થશે
બ્રોકવ એરા ફાયર ચીફ જેરેમી મૂરે શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે અત્યારે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. એમ ન કહી શકાય કે આગ લાગવાને કારણે જ મોત થયાં છે. ઘટનાનું કારણ આત્મહત્યા અથવા હત્યા હોઈ શકે છે. આગ ઘરના પાછળના રૂમમાં લાગી હતી. ઘરમાંથી બંદૂકો અને હથિયારો મળ્યાં છે. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી કારણ સ્પષ્ટ થશે.

ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી.
ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી.
અન્ય સમાચારો પણ છે...